યોગી સરકારની કેબિનેટનો મહત્વનો નિર્ણય, ખેડૂતોનું 1 લાખ રૂપિયાનું દેવું કર્યું માફ

Apr 04, 2017 05:50 PM IST | Updated on: Apr 04, 2017 05:50 PM IST

લખનૌ #ઉત્તરપ્રદેશની ચૂંટણી વખતે ભાજપે આપેલા વચનને પરિપૂર્ણ કરતાં યોગી સરકારની કેબિનેટે આજે મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. ખેડૂતોને રાહત આપતા આ નિર્ણયમાં યોગી સરકારે એક લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે.

યોગી કેબિનેટની બેઠક ચાલી રહી છે, જેમાં સરકારે પહેલા ખેડૂતોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. રાજ્યના 2.15 કરોડ ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની લોન માફી કરવાની જાહેરાત કરી છે. આ માટે સરકાર 36 હજાર કરોડ રૂપિયા ફાળવશે.

યોગી સરકારની કેબિનેટનો મહત્વનો નિર્ણય, ખેડૂતોનું 1 લાખ રૂપિયાનું દેવું કર્યું માફ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર