ગુજરાત અને બિહાર બાદ હવે યૂપીમાં પણ લાગુ થઇ શકે છે દારૂબંધી!

Mar 22, 2017 12:21 PM IST | Updated on: Mar 22, 2017 12:21 PM IST

લોકસભામાં ભાષણ આપતા યુપીના મુખ્યમંત્રી અને બીજેપીના સાંસદ યોગી આદિત્યનાથએ કહ્યુ કે પ્રદેશમાં ઘણુ બધુ બંધ થવાનું છે. સીએમ યોગીના આ નિવેદનથી સત્તાની ગલિયારોમાં બંધને લઇને તરેહ-તરેહની આશંકાઓ લગાવાઇ રહી છે.

જેમાં અવૈધ કતલખાના અને એટી રોમિયો દળ પર તો યૂપી પોલીસે સક્રિયતા દેખાડી દીધી છે. હવે બિહારની જેમ યૂપીમાં પણ દારૂબંધી લાગુ થવાની ચર્ચાઓ તેજ બની રહી છે. દારૂબંધીના એવા ઘણા વિસ્તાર છે જ્યાં સીએમ યોગીના "બંધ"ના ફરમાન આવવાની ઉમ્મીદ કરાઇ રહી છે.

ગુજરાત અને બિહાર બાદ હવે યૂપીમાં પણ લાગુ થઇ શકે છે દારૂબંધી!

ગઇકાલે પણ સીએમ યોગી આદિત્યનાથે આજે લોકસભામાં ઉત્તરપ્રદેશની અગાઉની સરકારો પર નિશાન સાધતાં કહ્યું કે, યૂપીમાં જનાદેશએ વિકાસ વિરોધીઓને મોં પર તમાચો છે. યોગીએ સંસદમાં તમામ સાંસદોને યૂપી આવવાનું પણ આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે, યૂપી હવે વિકાસના નવા રાસ્તે ચાલશે.

યોગીએ કહ્યું કે, જે સ્થિતિઓમાં દેશમાં મોદીજીની સરકાર આવી હતી, એ વખતે દેશમાં આર્થિક સ્થિતિ ખરાબ હતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષોમાં દેશની આર્થિક સ્થિતિ સુધરી છે. આજે દેશ દુનિયામાં જ્યાં પણ ચૂંટણી થઇ રહી છે ત્યાં વડાપ્રધાનજી એક આઇકનના રૂપમાં સામે આવી રહ્યા છે.

સુચવેલા સમાચાર