ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017 LIVE : પ્રથમ તબક્કા માટે મતદાન, મેરઠમાં સંગીત સોમના ભાઇની ધરપકડ

Feb 11, 2017 10:31 AM IST | Updated on: Feb 11, 2017 11:54 AM IST

લખનૌ #ભારે ઉત્તેજના વચ્ચે આજે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ કરાયું છે. મતદાન કેન્દ્રો પર મતદાન માટે મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેરઠના સરધનાથી ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર સંગીત સોમના ભાઇ ગગન સોમની ધરપકડ કરવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે ગગન પિસ્તોલ સાથે પોલીંગ બુથ પર આવ્યો હતો.

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરૂ થયું ચે. આ તબક્કામાં પશ્વિમી યૂપીના 15 જિલ્લાની 73 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતદાન કેન્દ્રોની બહાર મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. કેટલાક સ્થળોએ ઇવીએમ ખોટવાયાના સમાચાર મળી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017 LIVE : પ્રથમ તબક્કા માટે મતદાન, મેરઠમાં સંગીત સોમના ભાઇની ધરપકડ

આ તબક્કામાં 2,60,17,128 મતદારો 839 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 1,42,76,128 પુરૂષો અને 1,17,76, 308 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે 14514 મતદાન કેન્દ્રો બનાવાયા છે. મતદાન કેન્દ્રો પર 2362 ડિજિટલ કેમેરા અને 1526 વીડિયો કેમેરા ગોઠવાયા છે. દરેક મતદાન કેન્દ્રો પર સુરક્ષાનો પુરતો બંદોબસ્ત ગોઠવાયો છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર