ગંદી વસાહતની સફાઇ માટે સીએમ યોગીએ જાતે ઝાડુ ઉપાડી કરી સફાઇ

May 06, 2017 11:47 AM IST | Updated on: May 06, 2017 11:47 AM IST

યુપીના સીએમ યોગી આદિત્યનાથએ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે લખનઉમાં સફાઇ અભિયાન માટે જાતે ઝાડુ ઉઠાવ્યું છે. સીએમ યોગીએ ગંદી વસાહત બાલુ અ્ડ્ડા મલિન વસ્તીમાં સફાઇ હાથ ધરી હતી.

નોધનીય છે કે, સીએમ યોગીએ શનિવારે સવારે રાજા રામ મોહન રાય વોર્ડમાં સફાઇનું નિરિક્ષણ કર્યું હતું. અને હાથમાં ઝાડુ લાવી સફાઇ હાથ ધરી હતી. લોકોને સફાઇ અભિયાન પ્રમાણે જાગૃત કર્યો હતો.

ગંદી વસાહતની સફાઇ માટે સીએમ યોગીએ જાતે ઝાડુ ઉપાડી કરી સફાઇ

સીએમ યોગી સાથે નગર વિકાસ મંત્રી સુરેશ ખન્નાએ પણ સફાઇ હાથ ધરી હતી.

દેશભરમાં વિવિધ શહેરોમાં થયેલા સ્વચ્થતા સર્વેક્ષણમાં ઉત્તરપ્રદેશનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. દેશના 100 સ્વચ્છ શહેરોમાં રાજ્યનું એકમાત્ર બનારસ સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું.અર્બન મિનિસ્ટ્રીના રિપોર્ટને લઈને યોગી ઘણા કડક થઈ ગયા છે. તેઓએ શુક્રવારે તેને લઈને રિવ્યૂ મીટિંગ પણ કરી હતી.દેશના 434 શહરોની સ્વચ્છતાને લઈને સર્વે થયો હતો.ઈન્દોર દેશનું સૌથી ક્લિન સિટી છે. એમપીની રાજધાની ભોપાલ બીજા નંબરે છે. યુપીની રાજધાની લખનઉ 269મા સ્થાને છે.

સુચવેલા સમાચાર