યૂપી ચૂંટણી LIVE : બીજા તબક્કામાં 11 જિલ્લાની 67 બેઠકો માટે મતદાન શરૂ

Feb 15, 2017 07:54 AM IST | Updated on: Feb 15, 2017 07:54 AM IST

લખનૌ #ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે. આ બીજા તબક્કામાં 11 જિલ્લાની 67 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. મતદાન કેન્દ્રો પર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સઘન સુરક્ષા વચ્ચે સહારનપુરની બેહટ, નકુર, સહારનપુર નગર, સહારનપુર, દેવબંદ, રામપુર મનિહારન, ગંગોહ અને બિજનૌક જિલ્લાની નજીબાબાદ, નગીના, બરહાપુર, ધામપુર, નેહતૌર, બિજનૌર, ચાંદપુર, નૂરપુરમાં મતદાન થઇ રહ્યું છે.

યૂપી ચૂંટણી LIVE : બીજા તબક્કામાં 11 જિલ્લાની 67 બેઠકો માટે મતદાન શરૂ

મુરાદાબાદની કાંઠ, ઠાકુરદ્વારા, મુરાદાબાદ ગ્રામીણ, મુરાદાબાદ નગર, કુંડરકી, બિલારી અને સંભલ જિલ્લાની ચંદૌસી અસમોલી, સંભલ, ગુન્નૌરમાં મતદાન થઇ રહ્યું છે.

સુચવેલા સમાચાર