યૂપી ચૂંટણી LIVE: મહોબામાં સપા-બસપા સમર્થકો વચ્ચે ફાયરિંગ

Feb 23, 2017 08:46 AM IST | Updated on: Feb 23, 2017 08:46 AM IST

લખનૌ #ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે મતદાન શરૂ થયું છે. 12 જિલ્લાની 53 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન મહોબા અને રાયબરેલીમાં હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ મહોબામાં સપા અને બસપા સમર્થકો વચ્ચે ફાયરિંગ થયું છે જેમાં કેટલાક શખ્સો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે.

મહોબામાં સપા અને બસપાના સમર્થકો વચ્ચે કોઇ બાબતને લઇને મામલો ગરમાયો હતો અને બંને તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ગોળીબારીમાં સપા ઉમેદવારના પુત્ર સહિત ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. રાયબરેલીમાં પણ રાલોદ ઉમેદવાર પર કોઇ શખ્સે ફાયરિંગ કર્યું હતું. જોકે જાન બચાવવામાં તેઓ સફળ રહયા હતા.

યૂપી ચૂંટણી LIVE: મહોબામાં સપા-બસપા સમર્થકો વચ્ચે ફાયરિંગ

ચોથા તબક્કામાં થઇ રહેલા મતદાનમાં 12 જિલ્લાની 53 બેઠકો માટે 680 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 61 ટકા છે. સૌથી વધુ 26 ઉમેદવારો અલ્હાબાદ બેઠક પર છે. જ્યારે સૌથી ઓછા 6 ઉમેદવાર ખાગા વિધાનસભા બેઠક (ફતેહપુરમાં છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર