આજમખાન વિરૂધ્ધ 42 પાનાનો રિપોર્ટ, વકફ કાઉન્સિલે કરી સીબીઆઇ તપાસની માંગ

Apr 08, 2017 12:59 PM IST | Updated on: Apr 08, 2017 12:59 PM IST

નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને અખિલેશ સરકારમાં શહેરી વિકાસ મંત્રી રહેલા આજમખાનની મુશ્કેલીઓ વધી શકે છે. સેન્ટ્રલ વકફ કાઉન્સિલે યોગી સરકારથી માંગ કરી છે કે આજમખાન અને એમના પત્નિ વિરૂધ્ધ કેન્દ્રિય તપાસ એજન્સી (સીબીઆઇ) તપાસ થવી જોઇએ. આજમખાન પર વકફ બોર્ડ અને લોક નિર્માણ વિભાગ (પીડબલ્યુડી)ની જમીન હડપવાનો આરોપ છે.

સેન્ટ્રલ વકફ કાઉન્સિલે આ મામલે આજમખાન વિરૂધ્ધ 42 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં આજમખાન સામે કબ્રસ્તાન, ઇદગાહની જમીન હડપવાનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટમાં 1 રૂપિયાની લીઝ પર કરોડોની સરકારી જમીન લઇને જોહર ટ્રસ્ટના નામે સ્કૂલ શરૂ કર્યાની વાત સામે આવી છે.

આજમખાન વિરૂધ્ધ 42 પાનાનો રિપોર્ટ, વકફ કાઉન્સિલે કરી સીબીઆઇ તપાસની માંગ

કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ મામલે શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. મુલાકાત બાદ એમણે કહ્યું કે, આજમખાન મામલે વિચાર કરાશે, પરંતુ કૌભાંડ કોઇ રીતે ચલાવી નહીં લેવાય.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર