પ્રિયંકા ગાંધીના પીએમ સામે પ્રહાર, કામ કરે એને મત આપજો, ખોટા વચન આપનારાઓને નહીં

Feb 17, 2017 06:16 PM IST | Updated on: Feb 17, 2017 06:16 PM IST

નવી દિલ્હી #રાયબરેલીમાં કોંગ્રેસ પાર્ટીની સ્ટાર પ્રચારક પ્રયિંકા ગાંધીએ શુક્રવારે ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી એવું કહેતા હતા કે યૂપીને એમણે દત્તક લીધુ છે અને તે યૂપીનો વિકાસ કરશે. પરંતુ યૂપીના વિકાસ માટે કોઇ બહારના વ્યક્તિએ એને દત્તક લેવાની જરૂરત નથી. યૂપી પાસે સ્થાનિક વ્યક્તિઓ છે. અહીંનો દરેક યુવા નેતા છે અને અહીંનો વિકાસ કરી શકે એમ છે.

પ્રિયંકાએ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે, તમે એમને મત આપજો કે જે તમારા માટે કામ કરે અને ખોટા વચનો ન આપે, પ્રિયંકાએ ભાઇ રાહુલ અને અખિલેશના ગઠબંધને જીતાડવા માટે અપીલ કરી હતી.

પ્રિયંકા ગાંધીના પીએમ સામે પ્રહાર, કામ કરે એને મત આપજો, ખોટા વચન આપનારાઓને નહીં

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર