ઉત્તરપ્રદેશમાં યોજાશે ભવ્ય શપથ સમારોહ, વડાપ્રધાન મોદીની સૂચક હાજરી

Mar 15, 2017 06:05 PM IST | Updated on: Mar 15, 2017 06:05 PM IST

નવી દિલ્હી #ઉત્તરપ્રદેશમાં નવા મુખ્યમંત્રી કોણ હશે? એ સસ્પેન્શ હજુ યથાવત છે પરંતુ શપથ સમારોહની તૈયારીઓ થવા માંડી છે અને એમાંય ઉડીને આંખે વળગે એવી વાત એ સામે આવી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપવાના છે. પીએમની હાજરીને પગલે અહીં સુરક્ષા વ્યવસ્થા અંગે પોલીસે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

એસએસપી લખનૌ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ નોટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ સમારોહ માટે લખનૌ આવનાર છે જે માટે સુરક્ષાને લઇને સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશમાં યોજાશે ભવ્ય શપથ સમારોહ, વડાપ્રધાન મોદીની સૂચક હાજરી

અહીં નોંધનિય છે કે, ગુરૂવારે મળનારી ભાજપની ખાસ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામને લઇને પસંદગી કરી દેવાશે. સીએમને લઇને હાલમાં ચાલી રહેલી ચર્ચાઓમાં રાજનાથસિંહનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે.

WhatsApp-Image-PM

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર