યુપીના સીએમ યોગીએ ગૃહ સહિતના 36 વિભાગો રાખ્યા પોતાની પાસે

Mar 23, 2017 09:30 AM IST | Updated on: Mar 23, 2017 09:32 AM IST

યુપીના સીએમ મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ બુધવારે મંત્રીમંડળને વીભાગની વહેચણી કરી હતી. રાજ્યપાલ રામ નાઇકે સીએમ યોગીના પ્રસ્તાવ પર ઉપ મુખ્યમંત્રીઓ સહિત 22 કેબીનેટ મંત્રી, 9 રાજ્યમંત્રી અને 13 રાજ્યમંત્રીઓને વિભાગની વહેચણીની મંજૂરી આપી હતી.

સીએમ યોગીએ ગૃહમંત્રાલય પોતાની પાસે રાખ્યુ છે. આ સિવાય આવાસ અને શહેરી નિયોજન, રાજસ્વ, ખાદ્ય અને રસદ, નાગરિક આપૂર્તિ,સચિવાલય પ્રશાસન, ગોપન, લોક સેવા પ્રબંધન, કિરાયા નિયંત્રણ સહિતના મહત્વના વિભાગો પોતાની પાસે રાખ્યા છે.

યુપીના સીએમ યોગીએ ગૃહ સહિતના 36 વિભાગો રાખ્યા પોતાની પાસે

બંને ઉપ મુખ્યમંત્રીઓને મળ્યા આ વિભાગ

ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને લોક નિર્માણ, ખાદ્ય પ્રસંસ્કરણ, મનોરંજન કર, સાર્વજનિક ઉદમ વિભાગનો કારભાર મળ્યો છે. આ સાથે ઉપ મુખ્યમંત્રી ડો.દિનેશ શર્માને માધ્યમિક અને ઉચ્ચ શિક્ષા, વિજ્ઞાન અને પ્રૌધોગિક, ઇલેક્ટ્રાનિક્સ, સૂચના વિભાગનો કારભાર સોપવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર