લખનૌમાં શંકાસ્પદ આઇએસઆઇએસ આતંકી અને એટીએસ વચ્ચે ફાયરિંગ, ટ્રેન બ્લાસ્ટનું કનેકશન આવ્યું સામે

Mar 07, 2017 04:54 PM IST | Updated on: Mar 07, 2017 05:04 PM IST

નવી દિલ્હી #મધ્યપ્રદેશમાં થયેલ ટ્રેન વિસ્ફોટના મામલે આઇએસઆઇએસનો હાથ હોવાની આશંકા સામે આવી છે. મધ્યપ્રદેશની એટીએસની સુચનાને આધારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં યૂપી એટીએસે એક શંકાસ્પદ આઇએસઆઇએસ આતંકીનું કનેકશન શોધી કાઢ્યું છે. આ આતંકીનું નામ સૈફુલ હોવાનું કહેવાઇ રહ્યું છે.

ઠાકુરગંજ વિસ્તારમાં મંગળવારે યૂપી એટીએસની ટીમ અને શંકાસ્પદ આતંકવાદી વચ્ચે સામ સામે ફાયરિંગ થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર બંને તરફથી થઇ રહેલ ફાયરિંગ હાલ અટકી છે. એટીએસે આ મકાનને ચારેબાજુથી ઘેરી લીધું છે. જાણવા મળ્યા મુજબ શંકાસ્પદ આતંકીએ પોતાની જાતને એક રૂમમાં કેદ કરી છે અને તે સતત જોર જોરથી બૂમા પાડી રહ્યો છે. પોલીસ અધિકારીઓ એને જીવતો પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

લખનૌમાં શંકાસ્પદ આઇએસઆઇએસ આતંકી અને એટીએસ વચ્ચે ફાયરિંગ, ટ્રેન બ્લાસ્ટનું કનેકશન આવ્યું સામે

જાણકારી મળ્યા મુજબ મધ્યપ્રદેશમાં થયેલ ટ્રેન બ્લાસ્ટની તપાસ કરી રહેલ મધ્યપ્રદેશ એટીએસે તાજેતરમાં હોશંગાબાદથી પાંચ લોકોને ઝડપી લીધા હતા. જેની પાસેથી લખનૌમાં એક આતંકી છુપાયો હોવાની જાણકારી મળી હતી. જેને આધારે મધ્યપ્રદેશ એટીએસે યૂપી એટીએસનો સંપર્ક કર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર