અમદાવાદઃજગન્નાથજીની 140મી રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન

Jun 25, 2017 01:59 PM IST | Updated on: Jun 26, 2017 06:05 PM IST

અમદાવાદઃ મામાના ઘરેથી માધવ મંદિર તરફ રવાના થયા છે. સરસપુરમાં ભક્તોને ભક્તિનો રસથાળ પિરસાયો છે. આજે અષાઢીબીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા યોજાઇ છે. જગન્નાથજી આજે નગરચર્યાએ નીકળ્યા છે. સરસપુરમાં મામાએ ભગવાનને લાડ લડાવ્યા હતા.

સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રા પર ડ્રોનથી ચાંપતી નજર રખાઇ છે.રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મોડી સાંજે રથ નિજ મંદિરે પહોચ્યા હતા. શાંતિપુર્ણ માહોલમાં  રથયાત્રા સંપન્ન થતા તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.

અમદાવાદઃજગન્નાથજીની 140મી રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન

દોઢ લાખથી વધુ ભક્તોએ સરસપુરમાં ભોજનપ્રસાદીનો લાભ લીધો છે.સરસપુરથી ભગવાન જગન્નાથજીનો રથ નીજ મંદિર તરફ રવાના થયો છે.અખાડા, ભજન મંડળીઓ સરસપુરથી રવાના થયા છે.ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો સરસપુરથી રવાના થયા છે.

સરસપુરની 18 પોળોમાં જમણવાર યોજાયો હતો. માર્ગો પર 'જય રણછોડ'નો નાદ ગુજ્યો હતો. સરસપુર ખાતે ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતું. ભાવિકોએ ભગવાનનું સ્વાગત કર્યુ હતું.ભજનમંડળીઓ, 2000થી વધુ સાધુ-સંતો રથયાત્રામાં સામેલ છે. જગન્નાથના દર્શને માનવ મહેરામણ ઉમટ્યું છે.

આ અગાઉ  સવારે 4 વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યાં હતા. સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ,  ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી પહિંદવિધિ કરી હતી. બપોરે 1 વાગ્યે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોસાળ સરસપુર પહોંચ્યા હતા. મોસાળમાં ભગવાનનું ભાવભીનું સ્વાગત કરાયું હતું.

 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર