IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 276 રને ઓલ આઉટ

Mar 06, 2017 10:38 AM IST | Updated on: Mar 06, 2017 10:57 AM IST

બેંગલુરૂ #ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે ભારતના પહેલા દાવની સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના ભોગે બીજા દિવસના અંતે કરેલા 237 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. તો ઓસ્ટ્રેલિયા ગણતરીના સમયમાં જ ઓલ આઉટ થયું છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 276 રને ઓલ આઉટ થયું છે. રવિન્દ્ર જાડેજાએ છ વિકેટ ઝડપી છે.

LIVE સ્કોર જાણવા અહીં ક્લિક કરો

IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 276 રને ઓલ આઉટ

એ પહેલા રેનશો(60) અને શોન માર્શ(66) રનની શાનદાર બેટીંગથી ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે 237 રન બનાવ્યા હતા. બીજા દિવસે ભારતીય બોલરોના ઉત્કૃષ્ઠ દેખાવની આશા ઠગારી નીવડી હતી.

વિરાટ ટીમને આશા હતી કે જે રીતે નેથન લોયને પહેલા દિવસે કારનામા કર્યા હતા એ ભારતીય બોલર જાડેજા અને અશ્વિન કરી શકશે, પરંતુ એવું થયું ન હતું. જોકે જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. પરંતુ ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં જાડેજાએ કમાલ કરતાં વધુ ત્રણ વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કર્યું હતું.

match-score

 

રવિન્દ્ર જાડેજાએ છ વિકેટ ઝડપી

bolling

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર