LIVE: સંસદનું બજેટ સત્ર શરૂ, જાણો, શું કહ્યું રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ

Jan 31, 2017 11:47 AM IST | Updated on: Jan 31, 2017 12:17 PM IST

નવી દિલ્હી #સંસદમાં બજેટ સત્રની શરૂઆત આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના ભાષણ સાથે થઇ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આ અવસરે વિકાસ અને પાયાની સુવિધાઓ પર ભાર મુક્યો, બુધવારે સામાન્ય બજેટ અને રેલવે બજેટ આ વખતે પ્રથમ વખત એકસાથે રજુ થનાર છે, આ અંગે વિગતો આપતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશમાં 2022 સુધી તમામને ઘરનું ઘર આપવાનો સરકારનો લક્ષ્યાંક છે.

બજેટ 2017: રાષ્ટ્રપતિ શું કહી રહ્યા છે, જુઓ LIVE

LIVE: સંસદનું બજેટ સત્ર શરૂ, જાણો, શું કહ્યું રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ

રાષ્ટ્રપતિએ શું કહ્યું જાણો, મહત્વના મુદ્દા

# સરકારે નોટબંધી અંગે મહત્વનો નિર્ણય લીધો

#બ્લેકમની સામે ગાળીયો ભરાવવા માટે નોટબંધીનો નિર્ણય

#બેનામી સંપત્તિ માટે કડક કાયદા

# સૌથી પહેલા આપણે એસઆઇટી બનાવી

# બ્લેક મની માટેનો મોરેશિયસ સિંગાપુર રૂટ બંધ થયો

#આતંકવાદ વિરૂધ્ધ સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ

#એલઓસી પાર સેનાએ કરી સર્જિકલ સ્ટ્રાઇક

# ચાર દાયકાથી પેન્ડિંગ પડેલી ઓઆરઓપી યોજના લાગુ કરાઇ

# સરકાર ગરીબો માટે કામ કરી રહી છે.

#દેશમાં સ્વચ્છ ભારત મિશન એક જનઆંદોલન બન્યું

# પૂર્વી ભારતના વિકાસ પર ભાર મુકાશે

# નોર્થ ઇસ્ટના રાજ્યો અષ્ટ લક્ષ્મી

# નોર્થ ઇસ્ટ રાજ્યોમાં રેલવે રોડ નેટવર્ક પર ભાર મુકાશે

# નોર્થ ઇસ્ટમાં પર્યટન પર ભાર મુકાશે

# અગરતલા ત્રિપુરા રેલ નેટવર્ક જોડાશે

# અરૂણાચલપ્રદેશ મેઘાલય રેલવે લાઇનથી જોડાશે

# 6 લાખ દિવ્યાંગોને રોજગાર આપવાનો લક્ષ્ય

# લોકોના ઓરાગ્યની પ્રાથમિકતા

# સરકારે ઉર્જા ગંગા યોજના શરૂ કરી

# હલ્દિયા ગેસ પાઇપ લાઇનને લીલી ઝંડી

# ગ્રામિણ વિસ્તારોમાં 73 હજાર કિલોમીટર રોડ બન્યો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર