LIVE: મુલાયમસિંહ ચૂંટણી પંચ પહોંચ્યા, સાથે છે ખ્યાતનામ વકીલો પણ

Jan 13, 2017 12:39 PM IST | Updated on: Jan 13, 2017 12:39 PM IST

નવી દિલ્હી #સાયકલના ચિહ્ન માટે પોતાનો દાવો કરવા માટે મુલાયમસિંહ યાદવ ચૂંટણી પંચ આવી પહોંચ્યા છે. મુલાયમસિંહની સાથે શિવપાલ યાદવ અને ચાર મોટા વકીલો પણ છે. તો બીજી તરફ અખિલેશ તરફથી રામગોપાલ યાદવ પણ ચૂંટણી પંચ પહોંચી ચુક્યા છે. જાણીતા વકીલ કપિલ સિબ્બલ અખિલેસ જુથ તરફથી દલીલ કરશે.

અહીં નોંધનિય છે કે, બંને પક્ષો આજે બપોરે પોતાનો પક્ષ રાખશે અને સાયકલ પર પોતાનો સિક્કો જમાવવા પ્રયાસ કરશે.

LIVE: મુલાયમસિંહ ચૂંટણી પંચ પહોંચ્યા, સાથે છે ખ્યાતનામ વકીલો પણ

ઉત્તરપ્રદેશ ચૂંટણી પહેલેથી જ સમાજવાદી પાર્ટીમાં ભંગાણ પડી ગયું છે. અખિલેશ અને મુલાયમ વચ્ચે છેવટ સુધી સમાધાન ના થતાં બંને જુથ અલગ પડ્યા છે અને પાર્ટીના ચિહ્ન સાયકલ માટે બંનેએ પોત પોતાની દાવેદારી નોંધાવી છે. આ સ્થિતિમાં બંને જુથ દ્વારા ચૂંટણી પંચમાં રજુઆત કરવામાં આવી છે. આજે ચૂંટણી પંચમાં બંને પક્ષોને સાંભળીને સાયકલ કોને આપવી એ અંગે નિર્ણય લેવાશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર