IND vs AUS: ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું, સતત છઠ્ઠી સીરીઝ જીતી

Mar 28, 2017 11:18 AM IST | Updated on: Mar 28, 2017 11:18 AM IST

ધર્મશાલા #ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચાર ટેસ્ટ મેચની સીરઝ ભારતે 2-1થી જીતી છે. ઓસ્ટ્રેલિયા સામેની આ જીત સાથે ભારતની આ સતત છઠ્ઠી સીરીઝ છે કે જેમાં ભારતનો ઝળહળતો વિજય થયો છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ ચોથી ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત મેળવી છે. (મેચનો ફૂલ સ્કોર જોવા ક્લિક કરો)

ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ધર્મશાલામાં છેલ્લી ટેસ્ટ મેચ 8 વિકેટથી જીતી સીરીઝ પર કબ્જો મેળવ્યો છે. ટેસ્ટ ઇતિહાસમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ વખત સતત છઠ્ઠી ટેસ્ટ સીરીઝ જીતી પોતાનું પ્રભુત્વ બતાવ્યું છે. ટીમ ઇન્ડિયાએ 2015માં શ્રીલંકાને 2-0 અને દક્ષિણ આફ્રિકાને 3-0થી હરાવ્યું, જ્યારે વર્ષ 2016માં વેસ્ટઇન્ડિઝને 2-0, ન્યૂઝીલેન્ડને 3-0, ઇંગ્લેન્ડને 4-0 અને ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યુ છે.

IND vs AUS: ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું, સતત છઠ્ઠી સીરીઝ જીતી

ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ધર્મશાલામાં રમાયેલી ચોથી અને આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઐતિહાસિક હાર આપી છે. ચોથા દિવસના પ્રથમ સેશનમાં જ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ભારતીય બોલરો સામે આસ્ટ્રેલિયાના બેટ્સમેનો પાણીમાં બેઠા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર