IND vs AUS: ઉમેશ યાદવની ઘાતક બોલિંગ, પહેલા દિવસે જ ઓસ્ટ્રેલિયાને ભરાવ્યું પાણી, 9/256 રન

Feb 23, 2017 05:57 PM IST | Updated on: Feb 23, 2017 05:57 PM IST

પૂણે #ચાર મેચની ટેસ્ટ સીરીજમાં પહેલી મેચમાં ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાને પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે. જોકે છેવટે ઓસ્ટ્રેલિયાએ બાજી ટકાવી રાખતાં પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9 વિકેટે 256 રન થયો છે. પહેલા દિવસ ભારતીય બોલરોનો રહ્યો હતો. (મેચનો ફુલ લાઇવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો)

ખાસ કરીને ઉમેશ યાદવે ચાર વિકેટ લીધી હતી. જ્યારે અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ બે બે વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયા તરફથી રેનશોએ સૌથી વધુ 68 રન બનાવ્યા જ્યારે માત્ર 47 બોલમાં ફિક્ટી કરનાર મિચેલ સ્ટાર્ક 57 રન બનાવી આઉટ થયો હતો.

IND vs AUS: ઉમેશ યાદવની ઘાતક બોલિંગ, પહેલા દિવસે જ ઓસ્ટ્રેલિયાને ભરાવ્યું પાણી, 9/256 રન

યાદવે વોર્નરને 5 વખત આઉટ કર્યો

ગુરૂવારથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ ડેવિડ વોર્નરના રૂપમાં પડી. વોર્નરને ઉમેશ યાદવે 28 રનના વ્યક્તિગત સ્કોર પર ક્લિન બોલ્ડ કર્યો હતો. આ સાથે યાદવે વોર્નરને છેલ્લી 10 ઇનિંગમાં પાંચમી વખત આઉટ કર્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર