Ind vs Aus: ટીમ ઇન્ડિયાની ખરાબ શરૂઆત, ખાતુ ખોલ્યા વિના વિરાટ કોહલી આઉટ

Feb 24, 2017 11:43 AM IST | Updated on: Feb 24, 2017 11:43 AM IST

પૂણે #ચાર મેચોની ટેસ્ટ સીરીજની પહેલી મેચમાં પ્રથમ દિવસે ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને પાણી બતાવ્યું હતું તો આજે મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બોલરો ભારતીય બલ્લેબાજોને દમ બતાવી રહ્યા છે. ભારતની શરૂઆત નબળી રહી છે અને વિરાટ કોહલી પણ ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયો છે (મેચનો ફુલ Live સ્કોર જોવા અહીં ક્લિક કરો)

પૂણે ટેસ્ટ મેચના બીજા દિવસના પ્રારંભે ઓસ્ટ્રેલિયા 260 રને ઓલ આઉટ થયું હતું. છેલ્લી વિકેટ મિચેલ સ્ટાર્કની પડી હતી. સ્ટાર્ક 61 રન બનાવી અશ્વિનના બોલમાં જાડેજાના હાથમાં ઝડપાયો હતો. મેચનો પહેલો દિવસ ભારતીય બોલરોનો રહ્યો હતો, જેમાં ઉમેશ યાદવે ચાર વિકેટ લીધી હતી તો અશ્વિને 3 અને રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી.

Ind vs Aus: ટીમ ઇન્ડિયાની ખરાબ શરૂઆત, ખાતુ ખોલ્યા વિના વિરાટ કોહલી આઉટ

ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કર્યા બાદ ભારતે આજે દાવ લેતાં નબળી શરૂઆત થઇ હતી. પ્રથમ ત્રણ વિકેટ સસ્તામાં પડી છે. મુરલી વિજય 10 રન, ચેતેશ્વર પુજારા 6 રને આઉટ થયો હતો તો વિરાટ કોહલી ખાતુ ખોલાવ્યા વિના બીજા જ બોલે આઉટ થયો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર