ટીમ ઇન્ડિયાનો ધબડકો, 105 રનમાં ઓલ આઉટ, આઠ ખેલાડીઓ 7 રન પણ ન કરી શક્યા

Feb 24, 2017 01:34 PM IST | Updated on: Feb 24, 2017 01:34 PM IST

aus-india

પૂણે #ઓસ્ટ્રેલિયાએ જાણે બદલો લીધો હોય એ રીતે આજે ટીમ ઇન્ડિયાને ઘૂંટણિયે પાડ્યું છે. ઓસ્ટ્રેલિયાને 260 રનમાં ઓલ આઉટ કરતાં ભારતીય બોલરોએ પોતાની પરચો આપ્યો છે. (મેચનો ફુલ સ્કોર જોવા અહીં ક્લિક કરો)

ટીમ ઇન્ડિયાનો ધબડકો, 105 રનમાં ઓલ આઉટ, આઠ ખેલાડીઓ 7 રન પણ ન કરી શક્યા

ઓસ્ટ્રેલિયાના બોલરોએ બે ડગલાં આગળ ચાલી ટીમ ઇન્ડિયાને 105 રનમાં પવેલિયન ભેગા કર્યા છે. ટીમ ઇન્ડિયાના આઠ ખેલાડીઓ તો બે આંકડામાં પણ પહોંચ્યા નથી અને 6 રનથી ઓછામાં આઉટ થયા છે.

ચાર ટેસ્ટ મેચની સીરીજમાં પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ દાવ લેતાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 260 રનમાં ઓલ આઉટ થયું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાએ આજે ભારતને માત્ર 105 રનમાં સમેટી લીધું છે. ઓસેટ્રેલિયન બોલરોએ ઘાતક બોલિંગ નાંખતાં માત્ર 40 ઓવરમાં ભારતને આઉટ કર્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર