અમિત શાહની આગામી મંજીલ કઇ છે? શું ફરી ગુજરાત આવશે?, આ આપ્યો જવાબ

Jan 29, 2017 10:24 PM IST | Updated on: Jan 29, 2017 10:24 PM IST

નવી દિલ્હી #ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નેટવર્ક 18ને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં વિવિધ મુદ્દે જવાબ આપ્યા. નેટવર્ક18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં યૂપી સહિત પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણી મુદ્દે ખુલીને વાત કરી. આ ઇન્ટરવ્યૂમાં શું ભાજપ હિન્દુત્વના મુદ્દે પરત ફરી રહ્યું છે? સવાલ અંગે અમિત શાહે શું જવાબ આપ્યો? જાણો

 

સવાલઃ પ્રધાનમંત્રીજીની પ્રસિદ્ધી પછી આપ બિહાર અને દિલ્હીની ચુંટણી હાર્યા, ત્યા કેટલીક ભુલો જેનાથી તમે શીખ્યા છો, જે અહી નહી કરો?

જવાબઃ જુવો, બંને હાર માટે અમારી પાર્ટીએ એક કમેટી બનાવી છે. જેની રીપોર્ટ પણ આવી છે. પરંતુ તેની જાહેરમાં ચર્ચા કરવી યોગ્ય નથી. જો કે બાદમાં અમે આસામની ચુંટણી જીત્યા હતા. ઉપચુંટણીઓમાં અમે ફરી મજબુત પક્ષ તરીકે ઉભર્યા છીએ. કેરલ અને બંગાળમાં પણ અમે બઢ્યા. દરેક જગ્યાએ મોદીજીના નેતૃત્વની સ્વીકૃતિ મળી છે.

સવાલઃ બીજેપીની રણનીતિ આ વખતે કેટલાક લોકોને જોડવાની રહી છે. આ વખતે યુપીમાં નેતા વિપક્ષ(સ્વામી પ્રસાદ મૌર્ય)ને તોડીને તમારી પાર્ટીમા સામેલ કર્યા, તેનો શું અર્થ સમજવો?

જવાબઃ જોડવુ અને તોડવું બને અલગ શબ્દ આ ઘટના માટે ઠીક નથી. આ માઇગ્રેશન છે. જે પ્રકારે પરિવારવાદ અને જાતિની રાજનીતી ચાલી રહી છે અને બસપાનો લૂટ-ખસોટના કારોબાર ચાલે છે. તેથી ત્રસ્ત બની લોકો બીજેપી તરફ માઇગ્રેટ થઇ રહ્યા છે. હું માનુ છુ કે સમાજની સજ્જનશક્તિનું એકત્રીકરણ બીજેપીને કરવું જોઇએ. સજ્જનશક્તિનું એકત્રીકરણથી યુપી અને દેશ બંનેનું ભલુ થશે.

યુપીની ચુંટણીને તમે આ રાજ્યની જોડી ન જુવો. જો દેશના વિકાસના દરને લઇ જવો હોય તો વિકાસ પહોચવો જોઇએ.(વાત ચાલુ રાખતા.. જ્યા પશુધન રોજ મરાતુ હોય, સ્વાસ્થ્ય સેવાઓ અને ઇન્ફાટ્રક્ચર શસ્તાહાલ હોય, યુવાઓ માટે રોજગારી ન હોય, મહિલાઓની સુરક્ષા ન હોય, ભ્રષ્ટ્રાચારના આધાર પર પોતાનો રુબાબ બનાવી રાખવાની રણનીતિ ચાલી રહી હોય. જેથી ઉત્તર પ્રદેશનું ભલું ન થાય)

સવાલઃહમણા પરિવારવાદની વાત કરી,મોદીજીએ બીજેપીના વરીષ્ઠ નેતાઓને આ વખતે અપીલ કરી કે તે પોતાના સંબંધીઓ માટે ટિકિટ ન માગે તેના પછી પણ આપ લોકોને ઘણી ટીકિટો આપવી પડી?

જવાબઃ અમે જે પરિવારવાદની વાત કરીએ છીએ તેની વ્યાખ્યા સ્પષ્ટ કરી દુછું. મુલાયમસિંહ યાદવ પછી અખિલેશ બાકીના બધા નેતાઓને દરકિનાર કરી મુખ્યમંત્રી બને છે. એ પરિવારવાદ છે. ફારુખ અબ્દુલ્લાજીની વાત કરો દિકરો મુખ્યમંત્રી બને છે એ પરિવારવાદ છે. જવાહરલાલ નેહરુ,ઇન્દિરા ગાંધી,રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી આ પરિવારવાદ છે. કોઇ નેતાના દિકરા ચુંટણી લડે તો એમએલએ બનશે. એમપી બનસે. વર્ષો સુધી કામ કરશે પરંતુ મુખ્યમંત્રી નહી બની શકે. જો તેનામાં દમ નહી હોય તો. આ ફક્ત બીજેપીમાં જોવા મળશે.

તમે પરિવારવાદની વ્યાખ્યા એટલી સરળ ન સમજીલો. દેશમાં કોઇ કન્ફ્યુજન નથી. રાહુલ ગાંધીને જો દિકરો હોય કે દીકરી હોય તો તેમાં કોઇ કન્ફ્યુજન નથી કે આગળનો કોંગ્રેસ અધ્યક્ષ કોણ હશે. શું તમે બતાવી શકો છો કે બીજેપીના હવે પછીના અધ્યક્ષ કોણ હશે? આ અંતર ચે બીજેપી અને બાકી પારિવારવાદી પાર્ટીઓ વચ્ચે. એક સામાન્ય માણસ ગરીબીથી નીકળી દેશનો પીએમ બની જાય છે. મારા જેવો બુથ કાર્યકર બીજેપીનો રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. એવી પાર્ટીમાં ક્યારેય પરિવારવાદ ન આવી શકે.

સવાલઃ જેમ-જેમ ચુંટણી નજીક આવી રહી છે નેતા સાંપ્રદાયિક નિવેદન આપી રહ્યા છે. જેથી સાંપ્રદાયિક ધ્રુવીકરણની બુ આવે છે. મોદી જીએ આવા નેતાઓને પહેલેથી ચેતવણી આપી છે આ વખતે તમે શું કાર્યવાહી કરશો?

જવાબઃ તમે આ મામલાને બીજેપી સાથે જોડીને ન જુવો. યુપીમાં એક વિશેષ પ્રકારની પરિસ્થિતિ છે. અહી બહુત મોટો આક્રોશ છે. જે તરહ વોટબેંક,તૃષ્ટિકરણની રાજનીતી થઇ, આ વિરુદ્ધ અગર કોઇ કઇ બોલે તો તે જનતાનો આવાજ ઉઠાવે છે. પરંતુ સાંપ્રદાયિક પ્રચાર ન કરવો જોઇએ. સાપ્રદાયિક ચીજોને એજન્ડા ન બનાવો જોઇએ. અમે એ વાતને માનીએ છીએ પરંતુ જો કોઇ બાજુથી કતલખાના પર લેવાયેલા પગલા પર સાંપ્રદાયિક કહે તો તે જાણી લે કે ખેડૂતોની ભલાઇ માટે લેવાયેલુ પગલું છે.

કોઇ બાળકીએની છેડતી કરે તેની સામે બીજેપી જો એન્ટી રોમિયો સ્કર્વોડ બનાવે તો સાપ્રદાયિક વાત નથી. આ છાત્રાઓનો અધીકાર છે. છાત્રાઓ પોતાનો અભ્યાસ ગામ અને શહેરમાં રહી પુરો કરે તે તેમનો અધીકાર છે. એટલે સાંપ્રદાયિકતાની પરિભાષામાં આ બધી વાતોને સામેલ ન કરવી જોઇએ.

સુચવેલા સમાચાર