ઉત્તર પ્રદેશની આર્થિક સ્થિતી સુધારવા ભાજપ શું કરશે? અમિત શાહે આપ્યો આ જવાબ

Jan 29, 2017 10:19 PM IST | Updated on: Jan 29, 2017 10:19 PM IST

નવી દિલ્હી #ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નેટવર્ક 18ને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં વિવિધ મુદ્દે જવાબ આપ્યા. નેટવર્ક18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં યૂપી સહિત પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણી મુદ્દે ખુલીને વાત કરી. આ ઇન્ટરવ્યૂમાં શું ભાજપ હિન્દુત્વના મુદ્દે પરત ફરી રહ્યું છે? સવાલ અંગે અમિત શાહે શું જવાબ આપ્યો? જાણો

 

સવાલઃ કેન્દ્રમાં આજ આપની પુર્ણ બહુમતની સરકાર છે, જો તમે ઉતર પ્રદેશમાં પણ સરકાર બનાવશો તો રામ મંદિર પ્રતિ તમારો રવૈયા કેવો રહેશે?

જવાબઃ રામ મંદિર અંગે અમારો સ્પષ્ટ રૂખ છે કે સંવિધાનના દાયરામાં રહી રામ મંદિર નિર્માણનો માર્ગ શોધાશે. મંદિરનું નિર્માણ આપસમાં વાતચીત અથવા તો કોર્ટના આદેશથી થઇ શકે છે. કોર્ટમાં કેસ વિલંબીત છે અને કેટલાક દિવસ પહેલા જ તારીખ હતી. જ્યારે આગળની તારીખ આવશે, સરકાર પોતાનો પક્ષ રાખશે. બાકી પાર્ટીઓ પણ પોતાનો પક્ષ રાખશે.

સવાલઃ શું તમે અને તમારી સરકાર રામ મંદિર બનાવવા પ્રતિબદ્ધ છો?

જવાબઃ અમારી સરકાર સૈવિધાનિક મર્યાદાનો ખ્યાલ રાખી મંદિર નિર્માણ માટે કટિબદ્ધ છે.

સવાલઃ2014ની લોકસભા ચુંટણીમાં યુપીમાં તમે 73 સીટો જીતી હતી, તો લોકો તેનું કારણ માનતા હતા એક તો મોદીજીની લહેર અને બીજુ તમારી રણનીતિ, તો શું લાગે છે વિધાનસભા ચુંટણીમાં પણ આ કામ કરશે?

જવાબઃ 2014 લોકસભા ચુંટણી દરમિયાન આખા દેશની ઇચ્છા હતી કે કોઇ મજબૂત નેતા આ દેશનું નેતૃત્વ કરે. બીજેપીએ ઉચિત નિર્મય કરી નરેન્દ્ર મોદીને ચુંટણી પહેલા પ્રધાનમંત્રી ઉમેદવાર જાહેર કરી દીધા. આખા દેશમાં જેવી રીતે નરેન્દ્ર મોદીની લહેર હતી તે યુપીમાં હતી. હું પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાને લીધે યુપીમાં બીજેપીના કરોડો કાર્યકર્તાઓનો આભારી છુ કે તેમણે રાત દિવસ મહેનત કરી લહેરને વોટ અને સુનામીમાં તબદીલ કરી અને 80માંથી 73 સીટો પર જીત અપાવી.

આ વખતે આખા ઉત્તર પ્રદેશમાં જેવી રીતે અર્થવ્યવસ્થા છે, સપા-બસપા, બસપા-સપાનો જે ક્રમ ચાલે છે, જનતા ત્રાહીમામ છે.15 વર્ષમાં વિકાસ થયો નથી. 15 વર્ષથી ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો છે. કાનુન વ્યવસ્થા ધ્વસ્ત છે. છોકરાઓ નોકરી માટે મુંબઇ, ગુંડગાવ, બેગલુરુ, અમદાવાદ, દિલ્હીમાં આવે છે અને મા-બાપ અને પત્ની ઘરે રહે છે. વહી બેટા જ્યા નોકરીની તલાસમાં છે. ઉત્ર પ્રદેશ પાસે બધુ જ છે. 50 ફુટ નીચે પાણી છે, લાંબી સમતલ ભૂમિ છે. મા ગંગા અને યમુનાની કૃપા છે, પાણીની કોઇ કમની નથી. પરંતુ મહેનતકશ,મેઘાવી અને શિક્ષિત યુવાનો અવ્યવસ્થાઓના શિકાર હોવાથી યુપીનો વિકાસ નથી થઇ રહ્યો.

સુચવેલા સમાચાર