LIVE: અમિત શાહ બોલ્યા, 15 વર્ષોમાં યૂપી પાછળ રહી ગયું છે, એને ઉપર લાવવા પ્રયાસ કરાશે

Jan 29, 2017 09:01 PM IST | Updated on: Jan 29, 2017 09:09 PM IST

નવી દિલ્હી #ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નેટવર્ક18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં યૂપી સહિત પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણી મુદ્દે ખુલીને વાત કરી. આ ઇન્ટરવ્યૂમાં અમિત શાહે યૂપી સહિત પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ, નોટબંધીની ચૂંટણી પણ અસર, અનામત પર ભાજપનું વલણ અને રાજકીય ભવિષ્ય સહિત મુદ્દે ચર્ચા કરી.

જુઓ, LIVE ઇન્ટરવ્યૂ, 

LIVE: અમિત શાહ બોલ્યા, 15 વર્ષોમાં યૂપી પાછળ રહી ગયું છે, એને ઉપર લાવવા પ્રયાસ કરાશે

અમિત શાહે કહ્યું કે, ચૂંટણી ઢંઢેરાની પ્રસ્તાવનામાં અમે એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, છેલ્લા 15 વર્ષમાં ઉત્તરપ્રદેશમાં સપા અને બસપાની સરકાર બનતાં આ રાજ્ય ઘણું પાછળ રહી ગયું છે. 15 વર્ષમાં અન્યોએ જેટલો વિકાસ કર્યો છે એની સરખામણીએ યૂપીમાં તકો ઘણી હોવા છતાં વિકાસ નથી થઇ શક્યો. ગવર્નેસ, લો એન્ડ ઓર્ડર, એડમિનિસ્ટ્રેશન અને ખાસ કરીને કૃષિ અને ઔધ્યોગિક વિસ્તારમાં ઘણું પાછળ રહી ગયું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર