1 કરોડ લોકોને માસિક રૂ.1000નું પેન્શન આપીશુંઃઅખિલેશે ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો

Jan 22, 2017 12:13 PM IST | Updated on: Jan 22, 2017 01:56 PM IST

લખનઉઃ લખનઉમાં આજે મુલાયમસિંહની ગેરહાજરી વચ્ચે અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કેન્દ્ર પર અખિલેશે નીશાન તાક્યુ છે. અખિલેશે કહ્યુ હતું કે અમારે ગામડાઓ સુધી એમ્યુલન્સ પહોચાડવી છે. અમે દરેક પ્રકારના દિવસો જોયા છે. સમાજવાદી કિશાન ભંડાર બનાવીશું.અખીલેશે આજે સમાજવાદી પાર્ટીનો ચુંટણી ઢંઢેરો જાહેર કરતા વધુમાં કહ્યુ હતું કે, ધારાસભ્યો પોતાના વિસ્તારોનો રોડમેપ બનાવે. અમારો મુકાબલો કોઇની સાથે નથી. વિકાસ અમારી પ્રાથમિકતા છે. લેપટોપ,કન્યાધન જેવી યોજનાઓ લાવીશું. લોહીયા આવાસ સ્કીમ વિકસાવીશું.

યુપી ચૂંટણીને લઈ SPનો ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ

1 કરોડ લોકોને માસિક રૂ.1000નું પેન્શન આપીશુંઃઅખિલેશે ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો

'1 કરોડ લોકોને માસિક રૂ.1000નું પેન્શન આપવામાં આવશે'

ગરીબ મહિલાઓને પ્રેશર કુકર આપવામાં આવશેઃ અખિલેશ

અલ્પસંખ્યકો માટે કૌશલ વિકાસ યોજનાઃ અખિલેશ

વરિષ્ઠ નાગરિકો માટે ઓલ્ડ એજ હોમ યોજનાઃ અખિલેશ

ગરીબોને મફતમાં ઘઉં અને ચોખા આપવામાં આવશેઃ અખિલેશ

રોડવેજ બસોમાં મહિલાઓને અડધા ભાડાની છૂટઃ અખિલેશ

મજૂરોને મિડ ડે મિલ આપીશું: અખિલેશ

આગ્રા, કાનપુર, વારાણસી, મેરઠમાં મેટ્રો લાવીશું: અખિલેશ

ગ્રીન ફિલ્ડ ટાઉનશીપનું નિર્માણ કરાશે: અખિલેશ

પશુઓ માટે પણ 108 સેવા શરૂ કરાશે: અખિલેશ

ગામડાઓમાં 24 કલાક વીજળી આપીશું: અખિલેશ

અખિલેશ યાદવે નામ લીધા વિના માયાવતી પર સાધ્યું નિશાન

પથ્થરોવાળી સરકાર ટીવી પર ઘણી વખત આવી રહી છેઃ અખિલેશ

પથ્થરવાળી સરકારે શું કામ કર્યું ?: અખિલેશ

પથ્થરવાળી સરકાર પોતાના કામ ગણાવેઃ અખિલેશ

ક્યારેક-ક્યારેક ત્યાગ આપવો પડે છે ત્યારે સરકાર બને છેઃ અખિલેશ

અમે બધા પ્રકારના દિવસો જોઈ લીધા છેઃ અખિલેશ

સમાજવાદી પાર્ટીનો મુકાબલો કોઈની સાથે નથીઃ અખિલેશ

વધુ એક વખત વિશ્વાસ રાખીને અમારી સરકાર બનાવોઃ અખિલેશ

મુલાયમસિંહની ગેરહાજરીમાં અખિલેશે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

'લેપટોપ, કન્યા વિદ્યા ધન જેવી યોજનાઓને મજબૂતીથી ચલાવીશું'

સમાજવાદી કિસાન કોષ બનાવીશું: અખિલેશ

વિકાસ અને કલ્યાણમાં સંતુલન પ્રાથમિકતાઃ અખિલેશ

લોહિયા આવાસ યોજનાને વધુ પ્રોત્સાહન આપીશું: અખિલેશ

આગામી દિવસોમાં સ્માર્ટ ફોન આપીશું: અખિલેશ

'1 કરોડ 40 લાખ લોકોએ સ્માર્ટ ફોન માટે રજિસ્ટ્રેશન કર્યું'

'રજિસ્ટ્રેશન કરનારાઓ જ વોટ આપશે તો સરકાર બની જશે'

સમાજવાદી સરકારે સંતુલિત વિકાસ કર્યોઃ અખિલેશ

મુસ્લિમો જાણે છે કે શુભચિંતક કોણ છે ?: અખિલેશ

વિકાસના નામે કેન્દ્રએ ઝાડૂ પકડાવ્યું: અખિલેશ

ક્યારેક યોગ કરાવવામાં આવ્યાઃ અખિલેશ યાદવ

3 વર્ષમાં કેન્દ્રએ કંઈ કામ નથી કર્યું: અખિલેશ

સારા દિવસોની રાહ હજુ પણ જોવાઈ રહી છેઃ અખિલેશ

ગામડા અને શહેરોનો વિકાસ કરીશું: અખિલેશ

અમે દરેક વર્ગ માટે કામ કર્યું: અખિલેશ

પ્રાઈમરી સ્કૂલોમાં વધુ કામ કરવાની જરૂરઃ અખિલેશ

અમે માર્ગોના વિકાસ માટે કામ કર્યું: અખિલેશ

શિક્ષણની ગુણવત્તા પર કામ કરીશું: અખિલેશ

'તક મળશે તો ગાજીપુરથી બલિયા સુધી એક્સપ્રેસ વે બનાવીશું'

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર