જાણો કેવી રીતે બનશો જિયો પ્રાઇમ મેમ્બરશિપનો હિસ્સો

Feb 21, 2017 04:19 PM IST | Updated on: Feb 21, 2017 04:19 PM IST

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જિયોને લઇ આજે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે 31 માર્ચ પહેલા જિયો લેનારા ગ્રાહકોને 99 રૂપિયામાં જિયો પ્રાઇમની મેમ્બરશિપ મળી જશે.

હવે પ્રશ્ન એ થાય છે કે જિયો પ્રાઇમની મેમ્બરશિપ કેવી રીતે મળશે. તો આવો અમે બતાવીએ તે મેળવવાની આશાન રીત.

જાણો કેવી રીતે બનશો જિયો પ્રાઇમ મેમ્બરશિપનો હિસ્સો

પ્રાઇમ મેમ્બર માટે રજિસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે જે 31 માર્ચ સુધી ચાલુ રહેશે.

મેમ્બરશિપ લેવા માટે યુજર્સે એક વર્ષ સુધી 99 રૂપિયા આપવાના રહેશે.

પ્રાઇમ મેમ્બર્સને જિયો મીડિયા બુકે અપાશે

આગળ તે પછી 12 મહિના સુધી પ્રાઇમ યૂજર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેટા અપાશે.

આ મેમ્બરશિપ તમે કોઇ પણ જિયો સ્ટોર કે જિયો એપ કે જિયો વેબસાઇટ પરથી લઇ શકો છો.

જિયો હેપી ન્યૂ ઇયર ઓફર પુરી થયા પછી કંપની પોતાના પ્રાઇમ મેમ્બર્સને વધુ એક વર્ષ સુધી ન્યૂ ઇયર જેવી જ ઓફર આપી રહી છે. આ માટે દર મહિને યૂજર્સ પાસેથી 303 રૂપિયા લેવાશે. એટલે કે દરેક દિવસના 10 રૂપિયાના હિસાબથી ચાર્જ આપવો પડશે.

આટલું જ નહિં 1 એપ્રિલથી જિયો ટેરિફ પ્લાન શરૂ કરાશે. ટૈરિફ પછી પણ વોઇસ કોલ અને રોમિંગ ફ્રી રહેશે. બધા નેટવર્ક પર વોઇસ કોલ ફ્રી રહેશે. બાકી ટેલિકોમ ઓપરેટર્સથી 20 ટકા વધુ ડેટા આપવામાં આવશે. સાથે હાલના ટેરિફ પ્લાનને એક વર્ષ સુધી વધારી દેવાયો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર