એલ.જી.અંધાપાકાંડઃહાઈકોર્ટે ડોક્ટર્સની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલ

Feb 02, 2017 05:37 PM IST | Updated on: Feb 02, 2017 05:37 PM IST

રાજકોટઃગત વર્ષે શહેરની એલ.જી.હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ સર્જાયેલા અંધાપાકાંડમાં દવા બનાવનારી કંપનીએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી કરી છે.હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે કંપની સામે કેસ કેવી રીતે ચલાવશો તે જણાવો.હાઈકોર્ટે આ ઓપરેશન સાથે સંકળાયેલા હોસ્પિટલના ડોક્ટરોની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા છે.

હાઈકોર્ટે ટકોર કરી છે કે તપાસ સંસ્થા યોગ્ય દિશામાં તપાસ કરે.સુનાવણી દરમિયાન કંપનીના વકીલે રજૂઆત કરી હતી કે આ ઘટનામાં તેમની સામે કોઈ કેસ બનતો નથી. બીજી તરફ, રાજ્ય સરકારની રજૂઆત હતી કે આ કેસમાં ચાર દર્દીઓએ નહીં પરંતુ બે દર્દીઓએ દૃષ્ટિ ગુમાવી છે.મહત્વનુ છે કે ભૂતકાળમાં હાઈકોર્ટે રાજ્યમાં જાહેર દવાખાનાઓની કથળતી જતી કાર્યશૈલીના મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

એલ.જી.અંધાપાકાંડઃહાઈકોર્ટે ડોક્ટર્સની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલ

હાઈકોર્ટે ટકોર કરી હતી કે દર્દીના મોતિયાના ઓપરેશન બાદ અંધાપો આવે તેવી દર્દનાક ઘટના સરકારી અથવા તો મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા

સંચાલિત હોસ્પિટલમાં જ કેમ બને છે. અરજદાર કંપનીએ જે દવાનુ ઉત્પાદન કરે છે, તેનો ઉપયોગ ખાનગી હોસ્પિટલો પણ કરે છે પરંતુ ત્યાં તો આવી ઘટના બની નથી.

હાઈકોર્ટે એ પણ સવાલ કર્યો હતો કે, એલજી, વીએસ અને સિવિલ હોસ્પિટલ કહે છે કે જે દવાનો ઉપયોગ થયો તે યોગ્ય નથી. જ્યારે રાજ્ય સરકારનો રિપોર્ટ કહે છે કે આ દવા બરાબર છે.રાજ્ય સરકારની લેબોરેટરી દવાને યોગ્ય ગણાવે છે, ત્યારે તેના ઉત્પાદકો સામે કેસ ચાલી શકે ખરો ?

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર