ચૈત્રી નવરાત્રિમાં જાણો શક્તિપીઠ પાવાગઢનું શું છે મહત્વ

Mar 28, 2017 01:18 PM IST | Updated on: Mar 28, 2017 01:18 PM IST

ભારતભરમાં 51 શક્તિપીઠ  આવેલ છે અને એ પૈકી મહત્વની શક્તિપીઠ એટલે પાવાગઢ અહીં લોકવાયકા પ્રમાણે જયારે પાર્વતીજી દક્ષ રાજાના યજ્ઞ કુંડમાં સળગી ગયા  ત્યારે તેમના અર્ધ બળેલ દેહને શઁકર ભગવાને તાંડવઃ કરતા કરતા ચારેય દિશાઓમાં  ફંડગોળ્યો હતો. જેમાં માં પાર્વતી ના જમણા પગના અંગુઠા નો ભાગ અહીં પડેલ હતો.

ચૈત્રી નવરાત્રિમાં જાણો શક્તિપીઠ પાવાગઢનું શું છે મહત્વ

અને કહેવાય છે કે જ્યાં જ્યાં માં પાર્વતીના શરીરના ભાગ પડ્યા ત્યાં ત્યાં

આજે શક્તિ પીઠ કહેવાય છે.  ત્યારે આવા જ ઐતિહાસિક એવા શક્તિપીઠ પાવાગઢમાં લાખ્ખો ભક્તોનું ઘોડાપુર બારેમાસ રહેતું જ હોય છે અને ખાસ કરી આસો અને ચૈત્ર ની નવરાત્રીનું અહીં ખુબજ  મહત્વ હોય છે આ સમય ગાળા દરમિયાન ગુજરાત,મધ્ય પ્રદેશ ,રાજસ્થાન ,મહારાષ્ટ્ર સહિત ના દૂર દૂર ના રાજ્યો માંથી લાખો માઈ ભક્તો માતાજી ના ચરણોમાં શીશ નમાવવા આવી પહોંચે છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી આવી ગઈ છે અને દર વર્ષ ની માફક આ વર્ષે પણ લાખો ભક્તો પાવાગઢ ખાતે માતા મહાકાળી માતાના દર્શન કરવા પહોચી રહ્યા છે.ગુજરાત નું મહત્વ નું યાત્રાધામ હોવા ના કારણે અને અહીં નવ દિવસ માટે લાખો શ્રદ્ધાળુઓ આવનાર હોવાથી પંચમહાલ જિલ્લા નું વહીવટી તંત્ર પણ તમામ પ્રકારે  સજ્જ થઇ ગયું છે અને સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયું છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર