લતીફના પુત્ર મુસ્તાકનો આરોપ,ડાયરેક્ટર સાથે સમાધાન કરવા પોલીસ આપે છે ધમકીઃ

Jan 25, 2017 04:54 PM IST | Updated on: Jan 25, 2017 04:54 PM IST

લતીફના પુત્ર મુસ્તાકનો આરોપ,ડાયરેક્ટર સાથે સમાધાન કરવા પોલીસ આપે છે ધમકીઃ

અમદાવાદઃ શાહરૂખ ખાનની ફિલ્મ રઇસ આજે રીલીઝ થઇ છે. આ ફિલ્મ અમદાવાદના 90ના દશકાના ડોન લતીફના કથિત જીવન પર આધારીત છે. ત્યારે આ ફિલ્મને લઇને વિવાદ પણ શરૂ થયો છે.'રઈસ' ફિલ્મની રોયલ્ટીને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે.લતીફના પુત્ર મુસ્તાક શેખે રઇસના ડાયરેક્ટર સાથે સમાધાન કરવા પોલીસ ધમકી આપતી હોવાનો આરોપ લગાવ્યો છે.

ન્યુઝ18 ઈટીવી સાથે મુસ્તાકે વાતચીતમાં કહ્યુ હતું કે, ધોળકીયા સાથે સમાધાન કરવા અનેક લોકો દબાણ કરી રહ્યા છે.ફિલ્મ જોયા બાદ કોર્ટના દ્વાર ખખડાવીશ. લતીફના દિકરો મુસ્તાકે પોલીસ પર આરોપ લગાવ્યો છે.અરજી પાછી લેવા આડકતરી રીતે દબાવાનો પ્રયાસ કરાય છે. નોધનીય છે કે, મુસ્તાકે ક્રાઈમબ્રાંચ માં રોયલ્ટીની માંગને લઇ અરજી કરી છે.

રઈસ ફિલ્મને લઈને મરહુમ ડોન અબ્દુલ લતીફના પુત્ર મુસ્તાકએ ડાયરેક્ટર રાહુલ ધોળકિયા પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છેસિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ રઈસને લઈને જે વિવાદ છે તે લતીફના ચરિત્ર કરતા રોયલ્ટીને લઇને વધુ હોવાનું ચર્ચામાં છે.મુસ્તાક લતીફ શેખ અને રાહુલ ધોળકિયા વચ્ચે સમાધાન કરાવવા પોલીસ મેદાને પડી છે.

સુચવેલા સમાચાર