પાટીદારોના હિતમાં SPG હાર્દિક સાથે છે,અનામત લઇને જ રહીશુંઃલાલજી પટેલ

Jan 12, 2017 04:01 PM IST | Updated on: Jan 12, 2017 04:01 PM IST

સુરત:ગુજરાતમાં ગાજેલા પાટીદાર આંદોલનને વધુ વેગ આપવા SPG દ્વારા રાજ્ય ભરમાં લોકોને જાગૃત કરવા સરદાર પટેલ સેવા દળ નામની ઓફિસ ખોલી રહ્યા છે. તેવામાં સુરતના પુણા વિસ્તાર માં આવેલ એક ઓફિસના ઉદ્દઘાટન પ્રસંગે આવેલ લાલજી ભાઈએ આગામી દિવસમાં હાર્દિક પટેલ આવી ગયા બાદ પાટીદારના હિતમાં એક થઈને આંદોલને વાળું વેગ આપવાની વાત કરી હતી.

નોધનીય છે કે, હાર્દિક પટેલને હાઇકોર્ટ દ્વારા 6 મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. હાર્દિક પટેલ પર રાજદ્રોહનો ગુનો નોધાતા જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારે હાલ તે રાજસ્થાનના ઉદેપુરમાં રહે છે. 17મી જાન્યુઆરીએ શરત પુર્ણ થતા ગુજરાતમાં પ્રવેશ કરશે. પાટીદારો દ્વારા તેને રતનપુર બોર્ડર પર આવકારવા માટે તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. હાર્દિક પટેલ ગુજરાતમાં આવવાનો છે ત્યારે પાટીદારોનું આદોલનમાં નવો જોશ જોવા મળી રહ્યો છે.

પાટીદારોના હિતમાં SPG હાર્દિક સાથે છે,અનામત લઇને જ રહીશુંઃલાલજી પટેલ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર