પાટીદારો પર અત્યાચારનો બદલો વ્યાજ સાથે આપવાનો છેઃલલિત વસોયા

May 21, 2017 08:05 PM IST | Updated on: May 21, 2017 08:05 PM IST

ભાવનગર જિલ્લામાં ન્યાયયાત્રાના સમાપન પસંગે ભાવનગરમાં રાત્રે લલીત વસોયાએ ભાજપને આડેહાથ લેતા કહ્યું હતું કે આપણી જ બેસાડેલી ભાજપ સરકારે પાટીદારના 14 યુવકોનો ભોગ લીધો છે. એ જ સરકાર પાટીદાર આંદોલનના ચહેરા હાર્દિક પટેલ અને પાસને બદનામ કરવાનું કામ કરે છે.

અમે ન્યાય માગવા નીકળ્યા ત્યારે ન્યાય આપવાને બદલે 25 અને 26 ઓગસ્ટે પાટીદાર સમાજ પર તમે જે અત્યાચાર કર્યો છે તે બદલો લેવા માટે પાટીદાર સમાજ રાજકારણ કરવાના છીએ. અનામત અમારો મુખ્ય મુદ્દો છે.

પાટીદારો પર અત્યાચારનો બદલો વ્યાજ સાથે આપવાનો છેઃલલિત વસોયા

પાટીદાર સમાજને ન્યાય અપાવવા આ ન્યાયયાત્રા કાઢી છે. પાટીદારો પર અત્યાચારનો બદલો વ્યાજ સાથે આપવાનો છે.

વધુમાં ભાજપને નાગની સાથે સરખાવતા દૂધ પાયેલો નાગ આડો ઉતર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. મંચ પર બેસેલી પાસની ટીમ વેચાવું નથી. એટલે સમાજ તન અને મનથી સહકાર આપશો.

બોટાદના લાઠીદડ ગામે પાટીદાર સમાજ પર થયેલ અન્યાય અને અત્યાચારના વિરોધમાં હાર્દિક પટેલ સહિતના ૫૧ યુવાનોએ મુંડન કરાવ્યું અને લાઠીદડ ગામેથી ન્યાય યાત્રા નો પ્રારંભ કર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર