ભાજપના ઉમેદવારની પુત્રી સાથે છેડછાડ બાદ હંગામો, પોલીસ બંદોબસ્ત

Mar 09, 2017 08:48 AM IST | Updated on: Mar 09, 2017 08:48 AM IST

નવી દિલ્હી #ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ફરી એકવાર તણાવનો માહોલ છવાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પુત્રી સાથે છેડછાડની ઘટના સામે આવી છે જેને પગલે માહોલ તંગદિલી ભર્યો બન્યો છે. ઉમેદવારની પુત્રી સાથે કેટલાક યુવકોની કથિત છેડછાડ બાદ આ સ્થિતિ સર્જાઇ છે.

આ પહેલા પણ આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જિલ્લામાં સ્થિતિ બગડી હતી અને કરફ્યૂ લગાવવો પડ્યો હતો.

ભાજપના ઉમેદવારની પુત્રી સાથે છેડછાડ બાદ હંગામો, પોલીસ બંદોબસ્ત

બુધવાર રાતની ઘટના બાદ કોતવાલી પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા અને ટોળાંને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને બજાર બંધ કરાવાયા હતા.

સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે આસિસ્ટંટ કલેકટર સૈમુલપાલ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક દીપેન્દ્રનાથ ચૌધરીએ પોલીસ સાથે ઘટના સ્થળની મુલાકાત પણ કરી હતી.

અહીં નોંધનિય છે કે, બુધવારે બપોરે ભાજપના ઉમેદવાર યોગેશ વર્માની પુત્રી સાથે કેટલાક યુવકોએ કથિત છેડછાડ કરી હતી. જેને પગલે મામલો બીચક્યો હતો અને સ્થિતિ વણસી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર