મુંડન કરાવી જેલમાં ગોધી રાખ્યા હતા, યુવકોએ વેદના વ્યક્ત કરતા કહ્યું ક્યારેય વિદેશ ન જાઓ

Mar 19, 2017 03:50 PM IST | Updated on: Mar 19, 2017 03:50 PM IST

મુંડન કરાવી જેલમાં ગોધી રાખ્યા હતા, યુવકોએ વેદના વ્યક્ત કરતા કહ્યું ક્યારેય વિદેશ ન જાઓ

કુવૈતમાં ફસાયેલા 27 યુવકો હેમખેમ પરત ફર્યા છે. વડોદરા સહિત અલગ અલગ શહેરના યુવકો ફસાયા હતા.એન્જિનિયર કક્ષાના યુવકો નોકરી માટે ગયા હતા.વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે મદદ કરતા પરત ફર્યા છે. વડોદરાની ન્યૂટન એન્જિનિયરિંગ કેમિકલ લિ. પર યુવકોને કુવૈત મોકલવાનો આરોપ લાગ્યો છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. ભારત સરકારના પ્રયત્નોથી  આજરોજ મલેશિયા થી માદરે વતન પરત ફર્યા હતા.

મહીસાગર જિલ્લાના વીરપુરના 5 યુવાનો જે મલેશિયામાં ફસાઈ ગયા હતા તે આજે પોતાના ઘરે પરત ફર્યા હતા. આ પ્રસંગે ભારત સરકારમાં રજૂઆત કરનાર તેમજ આ યુવાનોને પરત લાવવામાં જેઓ મદદરૂપ થયા તે તમામ લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું છે. પરત ફરેલા યુવાનોએ જણાવ્યું કે  આ એજન્ટ 28000 ના પગારની લાલચ આપી નોકરી આપવાના બહાને નકલી વિઝા અપાવી મલેશિયા મોકલ્યા હતા.

મલેશિયા મોકવા માટે એજેન્ટોએ એક વ્યક્તિ દીઠ 80000 હજાર  રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ તેમને મલેશિયા એરપોર્ટ પર ઉતરતા જ નકલી વિઝા ના કારણે મલેસીયાની પોલીસે પકડી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાં તેમને માત્ર 100 ગ્રામ ભાત અને એક નાની માછલી ખોરાકમાં આપવામાં આવતી હતી અને એકજ નાની ઓરડીમાં ઘેંટા બકરાની જેમ ઠુંસી દેવામાં આવતા હતા અને  તેમને શૌચાલયના પાણી નો ઉપયોગ કરવો પડતો હતો.

ત્યાંની પોલિસ પણ નિર્દયી છે અને તેમને મુંડન કરાવી ગોંધી રાખવામાં આવતા હતા યુવાનો અપીલ કરે છે કે કોઈ પણ યુવાનો મલેશિયા ના જાસો ભારત જેવો કોઈ દેશ નથી.

 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર