કુવૈતે પણ કર્યા પાંચ મુસ્લિમ દેશોના વીઝા રદ,પાકિસ્તાનનો સમાવેશ

Feb 02, 2017 09:03 PM IST | Updated on: Feb 02, 2017 09:03 PM IST

અમેરિકી પછી હવે કુવૈતે પણ પાંચ મુસ્લિમ દેશોના વીઝા પર રોક લગાવી છે. ખાસ વાત એ છે કે આ પાંચ દેશોમાં પાકિસ્તાનનો સમાવેશ છે. આ ઉપરાંત સીરિયા, ઇરાક, અફઘાનિસ્તાન અને ઇરાનનો સમાવેશ થાય છે. નોધનીય છે કે, શુક્રવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ સાત મુસ્લિમ દેશોના નાગરિકો પર અમેરિકામાં આવવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

આ નિર્ણય પછી કુવૈત સરકારે કહ્યુ કે જે દેશો પર પ્રતિબંધ લગાવાયો છે. તે દેશના નાગરિકો વિઝા માટે એપ્લીકેશન ન કરે. કુવૈત સરકારે આ નિર્ણય માટે મુસ્લિમ આતંકવાદિયો દેશમાં પ્રવેશી ન જાય તે માટે લીધાનું કહ્યું છે. અમેરિકા પહેલા કુવૈત એવો પહેલો દેશ છે. જેને 2011માં સીરિયાના નાગરિકો પર રોક લગાવી હતી.

કુવૈતે પણ કર્યા પાંચ મુસ્લિમ દેશોના વીઝા રદ,પાકિસ્તાનનો સમાવેશ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર