કચ્છની કેસર કેરીનો સ્વાદ આ વર્ષે મોઘો પડશે,જાણો કેમ

Apr 24, 2017 04:28 PM IST | Updated on: Apr 24, 2017 04:28 PM IST

કચ્છના લોહતત્વથી ભરપુર વિખ્યાત કેસર કેરી બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે.  આ સિઝનમાં બજારને સર કરવા કચ્છની કેસર કેરીની આવક ધીમેધીમે શરૂ થઈ રહી છે . જોકે આ વખતી વાતાવરણની આડ અસરોને  કારણે બજાર ઉંચકાતા લોકોને થાળી સુધી પહોંચતા આ ફળોના રાજાની મોંઘી કિંમત ચુકવવી પડી શકે છે.

કચ્છની કેસર કેરીનો સ્વાદ આ વર્ષે મોઘો પડશે,જાણો કેમ

કચ્છમાં આ વર્ષે નવ હજાર ત્રણસો હેકટરમાં  કેસર કેરીનો પાક લેવાયો છે. ગત વર્ષે 77 હજાર ટન કેસર બજારમાં આવી હતી અને આ વખતે 90 હજાર ટન માલ બજારમાં આવે તેવી શકયતા જોવાઈ રહી છે.  જોકે આ વખતે  45 ડિગ્રી ગરમી અને તે પહેલા જાન્યુઆરીમાં સખત ઠંડીને પગલે બજારમાં 20 ટકા માલ ઓછો  ઉતરે તેવી ધારણા ખેડુતો રાખી રહયા છે.

 કચ્છમાં આ વખતે દર વર્ષની જેમ આંબે મોર સારા જ આવ્યા હતા  પરંતુ વહેલા મોર આવ્યા પછી સખખત ઠંડીને કારણે થોડી અસર પડી હતી અને આ પછી સિવએર હિટવેવ અને હવે કેરી બજારમાં આવવાના સમયે તેજ ગતિમાં પવન ફુંકાઈ રહયો છે. આ કારણે કચ્છની કેરી જે સામાન્ય રીતે જુન માસની શરૂઆત પછી એક સપ્તાહ બાદ આવે છે તે બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. પવને કારણે પુરતા સેટિંગ વગર માલ ખરી પડે છે.

 કેરી બજારમાં વહેલી આવવા સાથે માલનું ઉત્પાદન ઓછું હોવાથી એકસપોર્ટ થશે. આ કારણે બજારમાં માલ ઓછો અને માંગ વધુ રહેશે તેથી ભાવ પણ ઉંચકાશે. સામાન્ય રીતે ખેડુતોને ઉત્પાદન ઓછુ થાય તો નુકશાની જાય છે પણ કેરીના પાકમાં વધુ ભાવ મળવાથી ખેડુતોનું નુકશાન સરભર થઈ જશે. કેસર કેરી બજારમાં આવતા જ મુંબઈથી નિકાસ કરતા વેપારીઓ કચ્છમાં ઉતરી પડસે. કારણ કે મોટી સાઈઝની સજીવ ખેતીની કચ્છની કેસરનું માંગ વિદેશોમાં પણ ખુબ રહે છે. આ વખતે માલનું ઉત્પાદન ઓછું હોવાથી નિકાસની બજાર પણ ખુબ ઉંચી રહે તેવેી શકયતા છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર