કુલભૂષણ જાધવનો મુદ્દો ઉઠ્યો સંસદમાં, પાકિસ્તાન પર દબાણ લાવવા માંગ

Apr 11, 2017 11:25 AM IST | Updated on: Apr 11, 2017 11:25 AM IST

નવી દિલ્હી #ભારતીય વ્યક્તિ કુલભૂષણ જાધવને જાસૂસ કરાર આપી પાકિસ્તાને ફાંસીની સજાનું એલાન કર્યું છે જેને મુદ્દો બનાવી આજે સંસદમાં હંગામો થયો છે. સંસદમાં તમામ પક્ષો પાકિસ્તાનના પગલાની ટીકા કરી રહ્યા છે. રાજકીય પક્ષો એક સૂર પુરાવી રહ્યા છે. પાક મિલેટ્રી કોર્ટના આદેશનો વિરોધ કરી રહ્યા છે.

કુલભૂષણ મામલે ભારતે સ્પષ્ટ કર્યું છે કે, જો જાધવને સજા મળે છે તો ભારત સરકાર આને સુનિયોજિત હત્યા માનશે. ભારતે આ મામલે રાજકીય દબાણ વધારવાનું પણ શરૂ કર્યુ છે. અહીં નોંધનિય છે કે, જાધવનો પરિવાર હાલમાં મુંબઇમાં રહે છે.

કુલભૂષણ જાધવનો મુદ્દો ઉઠ્યો સંસદમાં, પાકિસ્તાન પર દબાણ લાવવા માંગ

જાધવ મામલે ભારતે પાકિસ્તાની ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતને બોલાવી લેખિતમાં આ મામલે આપત્તિ નોંધાવી છે. ભારતે કહ્યું કે કુલભૂષણ જાધવ એક વ્યાપારી છે જે ઇરાનમાં કામ કરે છે. એમને ત્યાંથી પકડવામાં આવ્યા અને ભારત માટે જાસૂસી કરતા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

ભારતે આ મામલે 25 માર્ચ 2016થી 31 માર્ચ 2017 સુધી અત્યાર સુધી 13 વખત પાકિસ્તાન સમક્ષ રજુઆત કરી છે કે જેથી જાધવ સાથે વાત કરી શકાય અને એમને કાનૂની મદદ કરી શકાય પરંતુ પાકિસ્તાન દ્વારા ભારતની વાત ધ્યાને લેવામાં આવી નથી.

જાધવને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જેનો ભારત તરફથી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતે એક ડઝન જેટલા પાકિસ્તાની કેદીઓને છોડવાનો નિર્ણય હાલમાં સ્થગિત કર્યો છે. આ મામલે એમનેસ્ટી ઇન્ટરનેશનલે પણ જાધવને સજા આપવાના નિર્ણય સામે સવાલ ઉભા કર્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર