લોકસભામાં રાજનાથનો રણટંકાર, કહ્યું- કુલભૂષણ સાથે ન્યાય થશે

Apr 11, 2017 12:09 PM IST | Updated on: Apr 11, 2017 12:09 PM IST

નવી દિલ્હી #કુલભૂષણ જાધવને પાકિસ્તાન દ્વારા ફાંસી આપવાના નિર્ણય મામલે ભારતના કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે લોકસભામાં રણટંકાર કરતાં કહ્યું કે, કુલભૂષણની મદદ માટે ભારત સરકાર જે કંઇ પણ કરી શકે છે એ કરશે અને કુલભૂષણ સાથે ન્યાય થશે જ. રાજનાથસિંહે કહ્યું કે, કુલભૂષણ સાથે ન્યાય થશે જો જાધવ પાસે ભારતનો સાચો પાસપોર્ટ છે તો પછી એ કેવી રીતે જાસૂસ હોઇ શકે.

લોકસભામાં ઉઠ્યો કુલભૂષણ જાધવનો મુદ્દો, શું થઇ ચર્ચા? જાણો

લોકસભામાં રાજનાથનો રણટંકાર, કહ્યું- કુલભૂષણ સાથે ન્યાય થશે

આ પહેલા કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કુલભૂષણ જાધવને ફાંસીની સજાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. લોકસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પુછ્યું કે, સરકાર આ મામલે ચૂપ કેમ છે? સાથોસાથ એમણે કહ્યું કે, જો જાધવને ફાંસી થશે તો આને સુનિયોજિત હત્યા સમજવામાં આવે.

ખડગેએ કહ્યું કે જો વડાપ્રધાન પાકિસ્તાની પીએમની પુત્રીના લગ્નમાં વગર બોલાવે જઇ શકે છે તો શું આ મુદ્દો કેમ નથી ઉઠાવતા? તો સત્તા પક્ષે કોંગ્રેસ પર જાધવને લઇને રાજનીતિ કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર