સંઘ સ્થાપકની જન્મજયંતિએ રાજપૂત સમાજ દ્વારા પાલોદરમાં એકતા સંમેલન

Jan 24, 2017 07:59 PM IST | Updated on: Jan 24, 2017 07:59 PM IST

મહેસાણાઃ આવતી કાલે શ્રી ક્ષત્રિય યુવક સંઘના સ્થાપક પૂ.તનસિંહજી જન્મજયંતિ નિમિત્તે મહેસાણા જિલ્લાના બાયપાસ માર્ગ પર આવેલા પાલોદર ગામમાં 25મી જાન્યુઆરી 2017ને બુધવારના રાત્રે 8-30 કલાકે રાજપૂત સમાજનું એકતા સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં રાજપૂત સમાજના યુવકો તેમજ સમાજના અગ્રણીઓને ઉમટી પડવા જાહેર આમંત્રણ પાઠવાનું છે.

જય સંઘ સાથે જણાવવાનું કે ક્ષત્રિય યુવક સંઘ રાજપૂત સમાજના દિકરા-દિકરીઓમાં સંસ્કાર નિર્માણ અને ચારિત્ર્ય ઘડતરનું ભગીરથ કાર્ય કરે છે. વર્તનાન સમયમાં રાજપૂત સંસ્કૃતિનો અમુલ્ય વારસો જાળવવા 1946થી સતત પ્રયત્નશીલ છે.

સંઘ સ્થાપકની જન્મજયંતિએ રાજપૂત સમાજ દ્વારા પાલોદરમાં એકતા સંમેલન

શ્રી ક્ષત્રિય યુવક સંઘના સ્થાપક પુ.તનસિંહજીની જન્મજયંતિ નિમિત્તે મહેસાણા જિલ્લાના પાલોદર ગામે રામજેવપીર મંદિર પાસે પ્રાથમિક શાળામાં ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સામાજિક એકતાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. જેમાં પાલોદર રાજપૂત સમાજ સહિત જિલ્લા તેમજ ગુજરાત રાજપૂત સમાજના અગ્રણીઓને હાજરી આપવા આમંત્રિત કરાયા છે.

તો તા.25મી જાન્યુઆરી અને બુધવારે રાત્રે8-30 કલાકે પાલોદર પ્રાથમિક શાળા પટાંગણમાં રાજપૂત સમાજ દ્વારા સમાજ એકતા કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર