મહાવીર સ્વામીને 31વર્ષથી થાય છે સૂર્ય તિલક, જાણો કારણ

May 23, 2017 11:00 AM IST | Updated on: May 23, 2017 11:00 AM IST

મહાવીર જૈન આરાધના કેન્દ્રા કોબા ખાતે દર વર્ષે 22મી મેના રોજ બપોરે 2 વાગીને 7 મીનીટે  મુળનાયક ભગવાન મહાવીર સ્વામીના ભાલે કુદરતી રીતે જ સૂર્યતિલક થાય છે અને આ નજારો જોવા લોકો દુર દુર થી અહી આવી પહોચે છે. સતત આજે 31માં વર્ષે આ નજારો લોકોએ નિહાળ્યો અને ભગવાન મહાવીર સ્વામીના દર્શન કર્યા હતા.

ઠીક બરોબર 22 મી મે ના બપોરે 2 વાગીને 7 મીનીટે ભગવાન મહાવીર સ્વામીના ભાલ પર કુદરતી રીતે સુર્યતિલક થયો અને લોકોએ તે નજારો જોવાનો આનંદ લીધો હતો.  ગાંધીનગર કોબા ખાતે આવેલ મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે આ દ્રશ્ય જોવા માટે લોકો દુર દુરથી અહી આવી પહોચ્યા અને આ અલોકીક કુદરતી દર્શન કરી ભાવવિભોર થઈ ગયા હતા. છેલ્લા 5 વર્ષથી રાજ્યના શિક્સણપ્રધાન ભુપેન્દ્રીસીંહ ચુડાસમાં પણ અહી દર્શન કરવા આવે છે આજે પણ તેઓ આવ્યા હતા અને ભગવાન મહાવીર સ્વામીના ભાલે કુદરતી રીતે થયેલા સુર્યતીલકના દર્શન કર્યા હતા.

મહાવીર સ્વામીને 31વર્ષથી થાય છે સૂર્ય તિલક, જાણો કારણ

બાઈટઃ છેલ્લા 31 વર્ષોની આ પરંપરા રહી છે કે ઠીક 22 મી મે ના બપોરે 2 વાગીને 7 મીનીટે ભગવાન મહાવીર સ્વામીને સુર્યતીલકનો નજારો કુદરતી જોવા મળે છે અહી જૈન ધર્મ જ નહી પણ અન્ય ધર્મ સાથે સંકળાયેલા લોકો પણ ભારે શ્રદ્ધાથી આજ રોજ અહી દર્શને અચુક આવતા હોય છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર