રાજકોટઃખેડૂતોએ 11 પડતર માંગણીઓ મુદ્દે રેલી યોજી કર્યો વિરોધ

May 25, 2017 08:22 AM IST | Updated on: May 25, 2017 08:22 AM IST

ચાલુ વષૅ ખેડુતોને એક પણ ખેતપેદાશના પુરતા પ્રમાણમા ભાવ ન મળતા ખેડુતોની હાલત કફોડી બની છે. ડુંગળી,મગફળી,તુવેર,લસણ,મરચા અને ધાણાનુ મોટા પ્રમાણમા ઉત્પાદન થતા ખેડુતોને એક પણ વસ્તુના ભાવ ન મળતા ખેડુતોનો દીવસે દીવસે વિરોધ વઘતો જાય છે.

બુધવારે ભારતીય કિશાન સંધ દ્રારા રાજકોટના રેશકોષૅ રીંગરોડ થી બેનરો સાથે જીલ્લા કલેક્ટર કચેરી સુઘી રેલી કાઢવામા આવી હતી આ સમયે ખેડુતોમા ભારે રોષ જોવા મળ્યો હતો. કિશાન સંધ દ્રારા ખેડુતોના ૧૧ જેટલા પડતર પ્રશ્નોના નીકાલ માટેની માગણી કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે  થોડા દીવસ પહેલા ડુંગળીના ભાવ ન મળતા અમરેલીના સાવરકંડલામા ખેડુતોએ રસ્તા પર ડંગળી ફેકી દીઘી હતી.

રાજકોટઃખેડૂતોએ 11 પડતર માંગણીઓ મુદ્દે રેલી યોજી કર્યો વિરોધ

રાજકોટ કિશાન સંઘના આગેવાનોએ જણાવ્યુ હતુ કે ખેડુતોની અલગ અલગ ૧૧  માંગણીઓ સંતોષવામા નહી આવે તે આવનારી વિઘાનસંભાની ચુટણીમા ખેડુતો સરકારને જવાબ આપશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર