કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખની કાર પર હુમલો

Jun 04, 2017 09:31 AM IST | Updated on: Jun 04, 2017 01:45 PM IST

કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપનાં  નેતા નીમું બેન વાળા ની કાર પર રાત્રે કડોદરા ગામ પાસે  પથ્થર મારો થયો છે .તાલુકા પંચાયત પ્રમુખ ના ડરાઇવર ના જણાવ્યા પ્રમાણે  નીમું બેન વાળા ના પતિ નટુભાઈ વાળા ને કડોદરા ગમે તેના ઘરે  મુકવા જતો હતો તે સમયે રોડ પર ઉપ પ્રમુખ સહિત 20 લોકો નું ટોળું ઉભું હતું.

જેને પથ્થર ફેંકતા કાર ત્યાંથી ભગાડી પ્રમુખ ના પતિ ને ઘરે છોડી પરત કોડીનાર તરફ ફર્યો હતો. જો કે ફરી વખત તે જગ્યા પર ઉપ પ્રમુખ સહિત 20 જેટલા લોકો નું ટોળું ઉભું હતું તેઆએ કાર રોકાવી કાર ના કાચો માં તોડફોડ કરી હતી અને મને  ઢીંકા પાટુ નો માર મારી મારા કપડા ફાડી નાખ્યા હતા

કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખની કાર પર  હુમલો

 પ્રમુખ ના ડરાઇવર ના જણાવ્યા પ્રમાણે  કડોદરા ગામના ઉપ પ્રમુખ શૈલેષ ભાઈ મોરી , તેમજ સરપંચ ની ચૂંટણી માં હારેલા હિરેન ભાઈ વાળા , સુનિલ ભાઈ વાળા , ચેતનભાઈ મોરી સહિત 20 લોકો નું તોળાયે હુમલો કર્યો હતો

હુમલા પાછળ નું કારણ હાલ માં જ પૂર્ણ થયેલી સરપંચ ની ચૂંટણી નું મનદુઃખ હોવાનું મનાય રહ્યું છે .

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર