હોળી ધુળેટીએ અહીં ખેલાય છે દંગલ, ખાસડું વાગે તે પોતાને માને છે લકી

Mar 13, 2017 03:24 PM IST | Updated on: Mar 13, 2017 11:41 PM IST

વિસનગર #હોળી ધુળેટી સામાન્ય રીતે રંગો અને ખુશીઓનો તહેવાર છે. પરંતુ મહેસાણા જિલ્લાના વિસનગરમાં આ તહેવારને અલગ રીતે ઉજવવામાં આવે છે. અહીં હોળી ધુળેટીએ અહીં એક નાનું દંગલ સર્જાય છે. આ દંગલમાં બીજુ કંઇ નહીં પરંતુ એકબીજાને જૂતા મારવામાં આવે છે. નવાઇ અને આશ્વર્યની વાત તો એ છે કે આ દંગલમાં જો ખાસડું વાગે તો એનું વર્ષ સારુ જવાની પણ માન્યતા છે.

વિસનગરમાં અંદાજે ૨૦૦વર્ષો જૂની આ પરંપરા જોવા મળે છે. જેમાં બાળકો, અબાલ તેમજ વૃદ્ધ સૌ કોઇ પર્વ પર ઉજવાતા ખાસડા યુધ્ધમાં ભાગ લે છે. શહેરના મંડી બજારની ગલીઓમાં જોવા મળતા આ યુવાનોને જોઈ તમને લાગશે કે જાણે અહી કોઈ મોટી બબાલ સર્જાઈ છે પણ ના આ છે અહીના લોકોની મસ્તી ભરી ખુશાલીની પરંપરા.

હોળી ધુળેટીએ અહીં ખેલાય છે દંગલ, ખાસડું વાગે તે પોતાને માને છે લકી

ધૂળેટી આવતા જ અહી ચબુતરા પાશે ભેગા કરાય છે જુના જૂત્તા અને સળેલા શાકભાજી પછી બે જૂથ બનાવી લોકો પરંપરાગત રીતે સામ સામે જૂત્તા કે સળેલા બગડેલા શાકભાજી ફેંકી એક બીજાના ટોળાને માર મારતા સામે પક્ષને પાછો પાડવા દોડે છે.

અને જયારે કોઈને વાગે છે જૂતું તો તેનું આખું વર્ષ સારું જાય છે એવી અહીની અનોખી લોક માન્યતા છે. જો કે સામ સામે છુટ્ટી મારામારીની આ રમત અને પરંપરામાં લોકોની એકતાની અખંડતાને આજ દિન સુધી જાળવી રાખવામાં આવી છે અહી ક્યારેય આ રમતને લઇ કોઈ વાત વિવાદ કે ઘર્ષણ થયા નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર