રાજકોટઃમહંતે જિલેટીન સ્ટીકથી બ્લાસ્ટ કરી જીવન ટુંકાવ્યું

Apr 05, 2017 07:48 PM IST | Updated on: Apr 05, 2017 07:48 PM IST

રાજકોટઃરાજકોટના ખરેડી વિસ્તારમા બાબુભાઇ પટેલ નામના મહંતએ જિલેટીન સ્ટીકથી બ્લાસ્ટ કરીને એકાએક રહસ્યમય રીતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટઃમહંતે જિલેટીન સ્ટીકથી બ્લાસ્ટ કરી જીવન ટુંકાવ્યું

ખરેડી ગામના હનુમાનજી મંદીર ખાતે એક રૂમમા બ્લાસ્ટ થયો છે તે અંગે સરપંચે પોલીસને જાણ કરી હતી. કુવાડવા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા મંદીરમા મહંત  બાબુભાઈ પટેલની સળગેલી હાલતમા લાશ મળી આવી હતી. પ્રથમ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાની વાત સામે આવી હતી પરંતુ તપાસ દરમિયાન ગેસ સિલિન્ડર સલામત હાલતમા ત્યાંજ મળી આવ્યુ હતુ.

મહંત બાબુભાઇ દ્રારા કોઈ પણ જીલેટીક પદાર્થનો ઉપયોગ કરી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ મળતાં પોલીસે FSL ની મદદ લઇ ફોરેન્સિક પીએમ કરાવી વધું તપાસ હાથ ધરી છે.

મૃતક મહંત બાબુભાઇ પટેલ ના મોટા ભાઇ એ જણાવ્યું હતુ કે , બાબુભાઇ છેલ્લા 22 વર્ષ થી સંસાર છોડી અને સાધુ જીવન જીવતાં હતાં. મહંત બાબુભાઇ અગાઉ માટેલ મંદીર ખાતે પણ સેવા આપતાં હતાં.. છેલ્લા 2 વર્ષથી ખરેડી ગામ ખાતે આવેલ હનુમાનજી મંદીર ખાતે સેવા આપી રહયા હતાં.

સુચવેલા સમાચાર