મહેસાણા કસ્ટોડિયલ મોતની સીબીઆઇ તપાસ થવી જોઇએઃગેહલોત

Jun 11, 2017 12:21 PM IST | Updated on: Jun 11, 2017 12:21 PM IST

બનાસકાંઠાના પાલનપુરમા કૉંગ્રેસ પ્રભારી અશોક ગહેલોત સહીત કોંગ્રસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સ્થાનિક આગેવાનો ની મુલાકાત કરી કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરી હતી.જિલ્લામાં પક્ષ પ્રભારી અશોક ગહેલોત ની પ્રથમ મુલાકાત ને પગલે સ્થાનિકો એ ફુલહાર થી સ્વાગત કરી જિલ્લા ની સ્થિતિ જણાવી હતી તેમજ મીડિયા સાથે ની વાત ચિતમાં જણાવ્યું હતું કે મહેસાણા પાટીદાર નાં થયેલ  કસ્ટૉડીયન ડેથ બાબતે સીબીઆઈ તપાસ ની માંગ કરી હતી.

તેમજ પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા અંગે  કૉંગ્રેસ માં છે અને રહેશે તેમ જણાવ્યું હતું. જો કે ભાજપ નાં પુર્વ મુખ્યમંત્રી બેન અને ચાલુ મુખ્ય મંત્રી તેમજ અમિત શાહ નાં વિવાદ ને વાળવા શંકરશિહ ની વાતો  વહેતી કરી હોવાનું પણ જણાવ્યું હતું તેમજ અમિત શાહ દ્વારા  મહાત્મા ગાંધી બાબત નું નિવેદન ઘમઁડી હોવાનું જણાવ્યું હતુ.

મહેસાણા કસ્ટોડિયલ મોતની સીબીઆઇ તપાસ થવી જોઇએઃગેહલોત

 

સુચવેલા સમાચાર