મહેસાણાઃપોલીસે ધરપકડ કરેલા પાટીદાર યુવકના શંકાસ્પદ મોત બાદ સિવિલમાં ટોળા ઉમટ્યા,પોલીસ સામે આક્રોશ

Jun 06, 2017 05:00 PM IST | Updated on: Jun 06, 2017 05:00 PM IST

મહેસાણામાં પોલીસે ધરપકડ કરેલા પાટીદાર યુવકના શંકાસ્પદ મોત બાદ મહેસાણામાં ભારેલા અગ્ની જેવી સ્થીતી સર્જાઇ છે.મહેસાણા સિવિલ હોસ્પીટલમાં પાટીદારોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને પોલીસ સામે રોષ વ્યક્ત કરતા એક તબક્કે જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્યા સુધી મૃતદેહ નહી સ્વીકારવાની હઠ પકડી હતી. તો બીજી તરફ પાટીદાર યુવકના મોતને લઇને પાસના કન્વીનરો પણ મહેસાણા જવા રવાના થયા છે. વિજાપુરના પાસ કન્વીનર અભિક પટેલ સહિત પાટીદારો મહેસાણા પહોચ્યા છે. અને પોલીસ સામે રોષ ઠાળવ્યો હતો.

મહેસાણામાં સબજેલમાં રહેલા કેદી કેતન પટેલની પોલીસે ચોરીના આરોપમાં અટકાયત કરી હતી. તેને બાદમાં સબજેલમાં મોકલી દેવાયો હતો.મોડીરાત્રે તબિયત લથડતાં સિવીલ હોસ્પિટલ ખસેડાયો હતો.સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેદીનું મોત થયું હતું.મૃતક કેદી કાચા કામના ગૂનામાં સબજેલમાં હતો.કેતન પટેલ બલોલનો રહેવાસી હતો.પાટીદારોનું મોટી સંખ્યામાં ટોળુ સિવીલ હોસ્પિટલમાં ધસી આવ્યું છે. જવબાદારો સામે ફરિયાદ નોંધી પગલાં લેવા માગ કરી છે.

મહેસાણાઃપોલીસે ધરપકડ કરેલા પાટીદાર યુવકના શંકાસ્પદ મોત બાદ સિવિલમાં ટોળા ઉમટ્યા,પોલીસ સામે આક્રોશ

જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલીકએ આ મામલે પત્રકારોને વિગતો આપતા કહ્યુ હતું કે,કેતન વિનુભાઇ પટેલના કસ્ટડી મોત મામલે મેજીસ્ટેટ ની તપાસ કરાશે. રીપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરાશે. પીએમ રીપોર્ટ જોયા પછી સાચુ કારણ જાણી શકાશે. મૃતકને ચોરીના આરોપમાં ધરપકડ કરાઇ હતી. અને 4 તારીખે જેલમાં મોકલાયો હતો.

પરિવારે લગાવ્યો પોલીસ પર આરોપ

મહેસાણામાં કાચા કામના કેદીના મોત મામલે મૃતકના પરિવાર અને સંબંધીઓએ તાલુકા પોલીસ સામે ઢોર માર મારી મોત નીપજાવ્યાનો આરોપ લગાવ્યો હતો. જવાબદાર પોલીસ સામે કાર્યવાહીની માગ કરાઇ હતી. નિવાસી અધિક કલેક્ટર, પ્રાન્ત અધિકારી, મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ સીવિલ હોસ્પીટલ દોડી ગયા હતા.

સુચવેલા સમાચાર