કેરલ બીફ પાર્ટીની રાહુલ ગાંધીએ કરી નિંદા,કોંગ્રેસે બે કાર્યકર્તાઓને તગેડી મુક્યા

May 29, 2017 11:07 AM IST | Updated on: May 29, 2017 11:07 AM IST

કેરલમાં બીફ પાર્ટી મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. કોંગ્રેસે જાહેરમાં પ્રાણીને કાપનારા બે કાર્યકર્તાને પાર્ટીથી બહાર કાઢી મુક્યા છે. આ કાર્યવાહી પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ઘટનાની નિંદા કરાયા પછી કરાઇ છે.કેરલમાં આજે કોંગ્રેસ નીત યુડીએફએ પ્રતિબંધ સામે આખા રાજ્યમાં કાળો દિવસ મનાવવાનો નિર્ણય કર્યો છે.

આ વચ્ચે પોલીસે યુવક કોંગ્રેસના કાર્યકર્તા રિલિઝ મુકુલટી અને તેના સહયોગી સામે શનિવારે કન્નુરમાં જાહેરમાં ગાયની હત્યા કરવા મામલે ગુનો નોધ્યો છે. કેન્દ્રના પ્રતિબંધ સામે કોંગ્રેસ અને વામપંથી દળો દ્વારા રાજ્યમાં આયોજિત બીફ પાર્ટી દરમિયાન આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો.

કેરલ બીફ પાર્ટીની રાહુલ ગાંધીએ કરી નિંદા,કોંગ્રેસે બે કાર્યકર્તાઓને તગેડી મુક્યા

કન્નુરમાં શું થયુ હતું.?

કન્નુરમાં કોંગ્રેસના યુવા ઇકાઇના કેટલાક કાર્યકર્તાઓએ પશુઓના માસ પર રોક લગાવના કારણે વિરોધ કરી કથિત રીતે જાહેરમાં એક જાનવરનું વધ કર્યું હતું. કેરલ બીજેપીના અધ્યક્ષ રાજશેખરે આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરી કહ્યુ કે આ ક્રુરતાની હદ છે. બાદમાં આ મામલે વિવાદ થયો છે.

રાહુલ ગાંધીએ શું કહ્યુ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ઘટનાને વખોડી છે. રવિવારે ટ્વીટ કરી રાહુલે લખ્યુ, કેરલમાં જે થયુ છે ક્રુર છે, હું અને મારી પાર્ટી આવુ કૃત્ય નહી ચલાવી લઇએ. હું આ ઘટનાની આલોચના કરુ છું.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર