કાશ્મીરના બાંદીપુરામાં અથડામણ, 2 આતંકીઓ ઠાર, 2 જવાન શહીદ

Feb 14, 2017 12:52 PM IST | Updated on: Feb 14, 2017 12:52 PM IST

કાશ્મીર #કાશ્મીરના બાંદીપુરા સેક્ટરમાં આજે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી બે આતંકીઓ ઠાર કરાયા છે તો સેનાના બે જવાનો શહીદ થયા છે.

બાંદીપુરામાં સવારથી જ આ અથડામણ ચાલી રહી છે જેમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. ભારતીય સેનાના છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. આજે સવારે સેનાના જવાનો દ્વારા જિલ્લાના હાજિન વિસ્તારમાં પૈરે મોહલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એમની પાસે પાકી બાતમી હતી કે આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા છે.

કાશ્મીરના બાંદીપુરામાં અથડામણ, 2 આતંકીઓ ઠાર, 2 જવાન શહીદ

સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા જવાનો સામે એકાએક ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જેના જવાબમાં સેનાના જવાનોએ મોરચો સંભાળ્યો હતો અને 2 આતંકીઓને ઠાર કર્યા હતા.

અહીં નોંધનિય છે કે, 12 ફેબ્રુઆરીએ પણ પણ દક્ષિણ કાશ્મીરના એક ગામમાં હિજબુલ મુજાહિદ્દીનના 4 આતંકીઓને ઠાર કરાયા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર