બેટી બચાવો સંદેશા સાથે 70વર્ષના યુવાનની 17 હજાર કિ.મી. સાયકલ યાત્રા

May 04, 2017 10:30 AM IST | Updated on: May 04, 2017 10:30 AM IST

બેટી બચાવોનો સંદેશો પહોચાડવા માટે 70વર્ષના એક ભારતીય 17 હજાર કિલો મીટર સાયકલ યાત્રા કરી અનોખો રેકોર્ડ કરવાના છે. આમ તો તેમની ઉમર 70 વર્ષ હોવાથી વૃદ્ધ કહેવાય પરંતુ તે જે પ્રદુષણ,શાકાહાર, પ્રકૃતિ પ્રેમ અને બેટી બચાવો મિશન માટે નીકળ્યા છે તે આજના યુવાનો માટે કરવું પણ સહેલુ નથી. એટલે આપણે તેમણે   70 વર્ષિય યુવાન કહ્યા છે.

બેટી બચાવો સંદેશા સાથે 70વર્ષના યુવાનની 17 હજાર કિ.મી. સાયકલ યાત્રા

રાજસ્થાનના જયપુરના નિવૃત ઉચ્ચાધિકારી જેમનું નામ છે. કરણસિંહ જાગવત. સરકારમાં ઉચ્ચ અધિકારીની પોસ્ટ પરથી નિવૃત થયા પછી આ 70 વર્ષિય વૃદ્ધ સાયકલ પર સમાજને સંદેશો આપવા નિકળ્યા છે. 17 હજાર કિ.મી.ની આ યાત્રામાં કચ્છના ભૂજ પહોચ્યા હતા.

ગત 23મી એપ્રીલે ઘરપરીવારેને આવજો કહીને નિકળેલા આ સાહસિક યુવાન વૃદ્ધ ભૂજ પહોંચ્યા છે તેઓ કોટેશ્ર્વર તરફ જઈ રહયા છે.  જયપુરથી કચ્છ, કોટેશ્ર્વર, કોટેશ્ર્વરથી  હિમાચલ પ્રદેશ. ભુતાન, નેપાળ લદાખ કાશ્મીર, કન્યાકુમારથી તેઓ પરત કોટેશ્ર્વર આવશે અને  કોેટશ્રેવરી પરત જયપુર પહોંચસે.  ચાર મહિના સુધી તેઓ સતત સાયકલ પર આ સાહસ યાત્રા પુરી કરશે  વત્તાકારની નિશાની સાથે અલગ જજ રેકોર્ડ ઉભો કરશે.

સામાન્ય રીતે યુવાનીથી વૃદ્ધતા સુધી નોકરી કરીને નિવૃત જીવનમમાં પહોંચતા લોકો પરીવારા સાથે સમય ગાળે છે આનંદમય પ્રવૃતિ કરે છે અને બાકીનું જીવન આરામથી વિતાવે છે. પણ આ સાહસિક વૃદ્ધે જીવનભર ભારતના એક તંત્રમાં  ઉચ્ચાધિકારી તરીકે સેવા આપ્યા પછી હવે તેઓ સમાજસેવા માટે નિકળ્યા છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર