મુલાયમનો અખિલેશ પર વાર,બોલ્યા- જે પિતાનો ન થયો તે બીજાનો શું થશે

Apr 01, 2017 03:58 PM IST | Updated on: Apr 01, 2017 03:58 PM IST

યુપી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ સપાના કદાવર નેતા મુલાયમસિંહનું સૌથી મોટુ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમના પુત્ર પર પ્રહાર કરાયા છે.મુલાયમસિંહે પુત્ર અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યુ કે 'જે પિતાનો ન થયો તે કોઈનો ના થાય'.

મૈનપુરીમાં એક કાર્યક્રમમાં સમાજવાદી પાર્ટીના સરંક્ષક મુલાયમસિંહ યાદવે કહ્યુ કે જે દિકરો બાપનો ન થઇ શક્યો તે તમારો શું થશે. ગત કેટલાક વર્ષોથી મારુ આટલુ અપમાન નથી થયું. યુપીદે ચુંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીઓમાં કહ્યુ હતું કે જે દિકરો બાપનો ન થયો તે તમારો શું થશે. એ સાચુ કહ્યુ હતું. અખિલેશએ આ વાતનું ક્યારેય ખંડન કર્યુ નથી. આપણા લોકોએ જ બીજાને આવુ બોલવાનો મોકો આપ્યો છે. મોદીના આ નિવેદનનું યુપી વિધાનસભા ચુંટણીમાં મોટી અસર થઇ હતી.

મુલાયમનો અખિલેશ પર વાર,બોલ્યા- જે પિતાનો ન થયો તે બીજાનો શું થશે

પાર્ટીને મળેલી કરારી હાર પછી મુલાયમનું દર્દ છલકી બહાર આવ્યું છે.

આખા ભાષણમાં મુલાયમે ચાર વાર અપમાનની વાત દોહરાવી હતી. મુલાયમે કહ્યુ શિવપાલ સારૂ કામ કરતા હતા પરંતુ અખિલેશએ મંત્રી મંડળથી તેમને કાઢી મુક્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર