કંડલા એક લઘુ ભારત,દુનિયાને આકર્ષવાની તાકાત કચ્છમાં છે:પીએમ નરેન્દ્ર મોદી

May 22, 2017 04:17 PM IST | Updated on: May 22, 2017 06:21 PM IST

મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોચ્યા છે. પીએમ બન્યા બાદ તેમની આ 12મી મુલાકાત છે. ત્યારે કચ્છ આજે મોદીમય બની ગયું છે. પીએમ મોદીએ બાબા સાહેબ કન્વેશન સેન્ટરનું શિલાન્યાસ કર્યું હતું.

midi silanyas

કંડલામાં પીએમ મોદીએ કચ્છી ભાષામાં સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યુ હતું હુ સીએમ હતો ત્યારે કચ્છમાં વારંવાર આવ્યો છું. કંડલા એક રીતે મીની ઇન્ડિયા છે. કચ્છની ધરતીમાં એક તાકાત છે. કચ્છીઓ પાણી વગર જીંદગી ગુજારતા રહ્યા, કચ્છના લોકો પાણીદાર છે. કચ્છ પાસે ઘણું બધુ છે.પાણીનું મહત્વ કચ્છીઓ જાણે છે.

p modi2 p modi3

વધુમાં મોદીએ કહ્યુ હતુ કે, દુનિયાને આકર્ષવાની તાકાત કચ્છમાં છે.કંડલા એશિયાના મોટા બંદરોમાંનુ એક છે. કંડલા પોર્ટ માટે મહત્વની યોજનાઓ બને છે. વિશ્વ વ્યાપારમાં કંડલાનો મહત્વ પુર્ણ હિસ્સો છે. ઇરાનના ચાબહાર પોર્ટનો સીધો સંબંધ કંડલા સાથે સ્થપાશે. કંડલાએ એશિયામાં મહત્વનું સ્થાન ઉભુ કર્યું છે.

નીતિન પટેલના વખાણ કરતા મોદીએ કહ્યુ હતું કે, રોડક્ષેત્રે તેમણે ઝડપથી કામ કર્યું છે. ભારતે આ ઝડપ અગાઉ જોઇ ન હતી. ગડકરીની ક્ષમતાનો લાભ ગુજરાતને મળવો જોઇએ. કંડલામાં 1 હજાર કરોડ રૂપિયાના રોકાણ પ્રોજેક્ટ આવી રહ્યા છે. રોડનુ કામ 18 મહિનામા પુરુ કરીને બતાવો. કચ્છ સૌથી ઝડપથી આગળ વધતો જિલ્લો છે. વાવાઝોડા,ભૂકંપે કચ્છને તબાહ કર્યું હતું. અહીના લોકોના લીધે કચ્છ આગળ વધ્યુ છે.

મોદીએ વધુમાં શું કહ્યુ જાણો

ભારતના ગરીબોના કલ્યાણનો લક્ષ્ય

2022 સુધી તમામ ગરીબોને ઘર આપીશ

ઘરમાં વીજળી,પાણી પુરુ પાડીશ

કંડલા પોર્ટને દિનદયાળ પોર્ટ નામ આપવું છે

સુચવેલા સમાચાર