કુખ્યાત જુમ્માના આતંકથી ત્રાસી કાલુપુર ફ્રૂટ માર્કેટ સજ્જડ બંધ

Jan 30, 2017 05:00 PM IST | Updated on: Jan 30, 2017 05:00 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં ફરી એકવાર અસામાજીક તત્વો બેફામ બન્યા છે. ત્યારે 90નો દાયકા જેવો માહોલ સર્જાયો છે. વેપારીઓ પણ હવે ત્રાહીમામ બની ગયા છે. આજે હપ્તાખોરોથી ત્રાસીને કાલુપુર ફ્રુટ માર્કેટના વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો હતો.

jummo

કુખ્યાત જુમ્માના આતંકથી ત્રાસી કાલુપુર ફ્રૂટ માર્કેટ સજ્જડ બંધ

હપ્તાખોર ગુંડાઓના ત્રાસથી વેપારીઓ દ્વારા માર્કેટ બંધ રખાયું હતું. ત્રણ દિવસ અગાઉ વેપારી પર હુમલો થયો હતો.5 હજારના હપ્તા માટે ચપ્પા વડે કરાયો હુમલો કરાયો હતો.હપ્તાખોરોની દાદાગીરી સામે પોલીસના આંખ મિચામણાનો આક્ષેપ વેપારીઓએ કર્યો હતો.

કાલુપુર ફ્રુટ માર્કેટ પાસે જ રહેતો અને તડીપાર કરાયેલો અબ્દુલસમદ શેખ ઉર્ફે જુમ્મો કેટલાય સમયથી વેપારીઓને પરેશાન કરી તેમની પાસેથી ખંડણી વસૂલતો હતો.ગુનેગાર જુમ્માએ બે સાગરીતો સાથે મળી ફ્રુટના વેપારી ફૈજલ મેમણ, આદિલ મેમણ તેમજ તેમના ડ્રાઈવર પર 5 હજારની ખંડણી મામલે ચપ્પા વડે હુમલો કરી ત્રણેયને ઘાયલ કરી દીધા હતા.બે વર્ષ માટે તડીપાર કરાયેલા જુમ્માની સામે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરવામાં આવી છે.

તડીપાર કરાયેલા રીઢા ગુનેગાર જુમ્માનો એટલી હદે ત્રાસ હતો કે, વેપારીઓ પાસે મનફાવે ત્યારે ખંડણી વસૂલતો અને મફતમાં વસ્તુઓ પણ પડાવતો હતો.જુમ્માએ અનેક વેપારીઓને ડરાવીને રૂપિયા પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર