ગેંગસ્ટર મુકેશ હરજાણીના હત્યારા કલ્પેશ કાછીયાએ કોર્ટમાં કર્યું સરેન્ડર

Jan 01, 2017 09:03 AM IST | Updated on: Jan 01, 2017 09:03 AM IST

વડોદરાઃવડોદરામાં કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીની કરપીણ હત્યા કરી આરોપી કલ્પેશ કાછીયા ફરાર થઈ ગયો હતો.પોલીસે કલ્પેશને શોધવા ભારે મહેનત કરી હતી.પરંતુ કલ્પેશ કાછીયાને પકડવામાં પોલીસ નિષ્ફળ નીવડી હતી.ત્યારે આજે એકાએક હત્યા બાદથી ફરાર આરોપી કલ્પેશ કાછીયાએ વડોદરાની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.જેનો કબજો લેવા પોલીસે કોર્ટમાં દોડી આવી હતી.

મહત્વની વાત છે કે કલ્પેશે પોતાના વકીલ રાજેશ સીંગ મારફતે પોલીસ પર મુકેશ હરજાણીના હત્યા કેસમાં ખોટી રીતે સંડોવી દેવાનો તેમજ તપાસ દરમિયાન તેના ઘરમાં તોડફોડ કરી હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા...જયારે પોલીસના વકીલે કલ્પેશ કાછીયાના તમામ આરોપો ફગાવી કલ્પેશની કસ્ટડી માંગી હતી.જેના આધારે ન્યાયાધીશે કલ્પેશ કાછીયાને 24 કલાક માટે પોલીસને સોંપવાનો હુકમ કર્યો હતો.

ગેંગસ્ટર મુકેશ હરજાણીના હત્યારા કલ્પેશ કાછીયાએ કોર્ટમાં કર્યું સરેન્ડર

હત્યા બાદથી કલ્પેશ કાછીયાને શોધતી પોલીસની નાક નીચે કલ્પેશ કાછીયા કોર્ટમાં હાજર થઈ જતા પોલીસનું નાક કપાયું છે.મહત્વની વાત છે કે કલ્પેશ કાછીયાને હાજર કરાવવા માટે પોલીસની જ મિલીભગત હોવાની વાતો વહેતી થઈ છે.

 

સુચવેલા સમાચાર